________________
૧૧૬
મા-બાપ છોકરાંને વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૧૭
પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?
દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે છે ?
એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે છે ? એ જ ‘વીકનેસ'નું પૂતળું હોય. તે સામાને શું સુધારે છે ?! એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.
છોડ રોપ્યો હોય, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢવઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ તો છોકરાઓ મનુષ્ય છે આ તો ! અને મા-બાપો ધબેડે હઉં, મારે હઉં !
હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.
પ્રશ્નકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તો ય સમજી નથી શકતો.
દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ? પ્રશ્નકર્તા : ખબર નહીં શું કરવું પછી ?
દાદાશ્રી : ના, શીંગડું મારે છે પછી. પછી આપણે ય શીંગડું મારીએ એટલે પેલું ય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેષિત થઈ જાય પછી.
પ્રશ્નકર્તા તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે સમતા રાખવી ? આવું તો આપણે થઈ જાય તો ત્યાં આગળ કેવી રીતે રહેવું ? સમજણ
નથી પડતી ત્યાં શું કરવું ?
દાદાશ્રી : શું થઈ જાય તો ?
પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?
દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. શાંત રહેવાનું, બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?
પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ.
દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?
પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.
દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય!
અશ્રુથી વ્યક્ત, તહીં ખરી લાગણી; ડ્રામેટીક રહો, ખરી સાચવણી!
પ્રશ્નકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?
દાદાશ્રી : શું થાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : દાખલા તરીકે છોકરાં બહારગામ ભણવા ગયો. અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, અને માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પત્થર જેવો છું, કહે છે.
દાદાશ્રી : ના, હોય નહીં, લાગણી આવી. બહારગામ જતો હોય તો શું? એના આંખમાં આંસુ પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી