________________
૧૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૧૯
કંઈ સુધી રહીશ, કહીએ. મોક્ષે જવું છે તો !
પ્રશ્નકર્તા: ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો એટલો માણસ છે તો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે, એમ કહે છે.
દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું, ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરદસ્તી થાય નહીં. એ તો નેચરલ ગીફટ છે. એવું કહેતી હોય તો લાગણી ઉત્પન્ન થતી હોય તો બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવું ય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય.
લાગણીવાળા તો અમે ય, કોઈ દહાડો ય રડીએ નહીં, પણ છતાં ય બધાંને લાગણી કાયમની બધાંને. કારણ કે જેટલાં વધુ મળે એટલા તો રોજ અમારા જ્ઞાનમાં આવતાં જ હોય બધાં.
પ્રશ્નકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.
- દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારે ય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે બનાવટ ખાલી, ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ઝામાં કરવાનો તે અસલ, એક્કેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે તો ના આવે છે. આ તો ડ્રામા પૂરતું જ હતું કહે. એ સમજાયું ને ?
પ્રશ્નકર્તા : હા, સમજાય છે.
દાદાશ્રી : એટલે છોકરાને કહીએ, “આય ભાઈ, બેસ બા. તારા વગર મારું બીજું કોણ છે ?” અમે તો હીરાબાને કહેતા'તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં.
પ્રશ્નકર્તા : બાને સાચું ય લાગે.
દાદાશ્રી : હા સાચું જ હોય. મહીં અડવા ના દઈએ.
પ્રશ્નકર્તા: પહેલાના જમાનામાં મા-બાપને છોકરાઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધી કરવાનો ટાઈમ જ ન્હોતો અને કંઈ પ્રેમ આપતા ય હોતા. બહુ ધ્યાન ન્હોતા આપતા, અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તો ય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ?
દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલા બધાં થઈ ગયાં છે.
પ્રશ્નકર્તા: હા. અને મા-બાપ પણ પ્રેમનાં ભૂખ્યાં હોય કે અમારા છોકરાઓ છે, વિનય-બિનય રાખે.
દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલું મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ.
પ્રશ્નકર્તા : છોકરાઓમાં મા-બાપ પ્રત્યેનો પ્રેમ ઘણો છે. દાદાશ્રી : છોકરાને ય ઘણું છે ! પણ છતાં ટકરાયા કરે.
થાય છોકરાં સાથે અચૂક પક્ષપાત; આ તો છે લેણદેણની વસુલાત!
પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ?
દાદાશ્રી : ના, એવું મા-બાપ કંઈ ભગવાન નથી કે સરખો પ્રેમ રહે ! તે સરખો પ્રેમ તો ભગવાન રાખી શકે, બાકી મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં, એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર.