________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૦૭
૪૦૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છે. પણ એનો હિસાબ હોય તેટલી જ મિલકત લે છે. કશું બાપથી કંઈ પણ આપી શકાય એવું નથી. માથી કે બાપથી એક પરમાણું માત્ર પણ આપી ના શકાય.
પ્રશ્નકર્તા : તો તો પછી આ બધા પાકે છે, તો તેમાં મા-બાપની જરૂર જ ના પડે. ખોળિયામાં આવવાની કોઈ જરૂર જ ના પડે. અધ્ધર જ આવી જાય ?
દાદાશ્રી : એવું છે, હિસાબ ચૂકવવાનો હોય તો ખોળિયામાં આવવું
એનું નામ વિજ્ઞાન કહેવાય. આ તો જ્યાં ને ત્યાં નર્યું વિરોધાભાસ છે કે મા ઊંચી, બાપ ઊંચો અને છોકરો ઠીંગણો. આ બધી શોધખોળ હું જાતે જોઈને બોલું છું. આખા વર્લ્ડને જવાબ આપવા હું તૈયાર છું. આ બધા સાયન્ટિસ્ટો મૂરખ બની જશે જો કદી આવું બોલશે તો. આ બહારનું જોઈને બોલે તેનો અર્થ મીનીંગલેસ છે.
પ્રશ્નકર્તા : એ બહારની વાત જ કરી છે એમણે. અંદરની વાત કરતા જ નથી. આ બહારની વાતો જ છે.
દાદાશ્રી : નહીં, પણ મૂળ એક્કેક્ટ શું છે એ જાણવું જોઈએ. નહીં તો બાપ રોફ મારે કે હું ગોરો હતો, તે મારે લીધે તું ગોરો છું. ઓહોહો ગોરા આવ્યા !! આખું જગત તો વિજ્ઞાન સ્વરૂપ છે. છોકરાને છોકરાનાં ભાવ ચૂકવવાનાં હોય ને બાપને બાપના ભાવ ચૂકવવાનાં હોય તો બાપને ત્યાં પેલાએ છોકરા તરીકે અવતાર લેવો જ પડે.
પ્રશ્નકર્તા : પણ તે અવતાર જે લીધો છે એ કંઈ ખોળિયું જાણે છે ?
દાદાશ્રી : ખોળિયાને કશું લેવાદેવા નથી. ખોળિયું સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુ લેવાદેવાની નથી. એ કહેશે મેં તમને ભણાવ્યા. પણ એ એડજસ્ટમેન્ટ એવું થાય. પણ એ બુદ્ધિના ખેલ છે. બુદ્ધિથી તમને આવું દેખાય જ.
પ્રશ્નકર્તા : ના, પણ હું તમને એક દાખલો આપું.
દાદાશ્રી : ના, દાખલો આમાં હોય નહીં ને. આ તો વૈજ્ઞાનિક છે હું જે બોલું છું એ વૈજ્ઞાનિક વાત છે અને વૈજ્ઞાનિકમાં વિરોધાભાસ હોય નહીં. આ તો એક છોકરો કાળો ને ઠીંગણો. મા-બાપ બેઉ ગોરા ને ઊંચા તે શાથી ? એટલો વિરોધાભાસ થયો આ !
પ્રશ્નકર્તા : પણ પ્રાકૃત ભાગમાં વિરોધાભાસ ના હોય એવું બતાવો.
દાદાશ્રી : વિજ્ઞાનમાં વિરોધાભાસ હોય નહીં. અમારું આ અક્રમવિજ્ઞાન છે. એમાં અક્ષરે ય વિરોધાભાસ ના હોય. તે આ જ વીસ વર્ષથી બોલું છું. વિજ્ઞાન વિરોધાભાસ કેમ હોય ? અને જગતે ય વિરોધાભાસ છે નહીં. એ તો લોકોને નહીં સમજાવાથી ઠોકાઠોક કરે છે. મિલકતે ય બાપ આપતો નથી. પણ લોકોને એમ લાગે છે કે બાપ આપે
પ્રશ્નકર્તા: હિસાબ ચૂકવવો હોય તો અહીં પેટમાં શું કરવા આવે ? સીધો જ ના આવે. તમે કહો છો ને આવવા માટે સ્વતંત્ર છે !
દાદાશ્રી : ના, પણ માના પેટમાં રહેવાનો હિસાબ છે, લેણદેણનો હિસાબ છે, તે !
પ્રશ્નકર્તા : એકસેપ્ટેડ, એકસેટેડ.
દાદાશ્રી : હા, બસ. નહીં તો જો તમારી વાત સાચી હોય તો અમે એકસેપ્ટ કરી લઈએ. ના, પણ એનો અર્થ શું? મીનીંગલેસ વાત છે અને એવું બનતું જ નથી. એક પરમાણુ માત્ર કોઈ બાપ આપી શકે એમ છે નહીં. એક પરમાણુ જો આપ્યું હોય ને તો ય રોફ મારે.
પ્રશ્નકર્તા : મનોવૈજ્ઞાનિક ભૂમિકા છે કે જે શરીર....
દાદાશ્રી : મનોવિજ્ઞાન કે ફલાણું વિજ્ઞાન, સહેજ પરમાણુ માત્ર આપી શકે એમ નથી. આ તો જે એને પેટે જન્મ લે છે તે બાપ તરીકેના જે ભાવો છે એનાં જ ઋણાનુબંધ ચૂકવવા માટે છે. માના તરફના, માને નાનપણમાં ગાળો દેવાની એ કંઈ ઋણાનુબંધ હોય તો ગાળો દે, બાપને માન આપે. નહીં તો બાપને ય ગાળો દે, એવો જે બધો હિસાબ ચૂકવવા માટે જ એને ત્યાં જન્મ થાય છે.
બધા હિસાબ ચૂકવવા માટેનું જ જગત છે. ‘જગત જીવ હૈ કર્માધીન કુછ ના કિસસે લેવા-દેના.” પોતપોતાના સ્વભાવમાં રહો, કહે છે. આ તો બધું પોતપોતાના કર્મના આધીન જ ભમ્યા કરે છે. કોઈ કોઈને