________________
૪૭૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૭૭
બે ખડીયા લઈને આવ્યા.
પછી કબીર સાહેબ જ્યાં આગળ એ કામ કરતા હતા, ત્યાં પાછળ બીબીસાહેબ આવીને ઊભા રહ્યાં, બે ખડિયા આમ ઝાલીને ઊભા રહ્યા. હવે સાડા દસનું અજવાળું ને એની મહીં બે ખડિયા બળ્યા કરે. પેલો શિષ્ય તો અજાયબ થઈ ગયો કે આ શું છે તે ! મારું બોલતા નથી ને એમનું કર કર કર્યા કરે છે. હવે બીબીએ બોલતાં નહોતાં કે હું આવી ને, આ ખડિયો લઈને આવી. તમે બોલતા કેમ નથી ? જાણે દીવી હોય ને એમ ઊભા રહ્યા. દીવી તમે જોયેલી ? હા. એની પર દીવો હોય પણ દીવાને કશું હલાવે નહીં, પાડી ના નાખે. કશું ય ના કરે. એમ દીવીની પેઠ પાછળ ઊભા રહ્યાં. બોલતાં ય નથી કે આ તમે દીવો મંગાવ્યો તે આવ્યો, બહેરા છો કે નહીં ? એવું કશું બોલતાં નથી.
પછી કબીર સાહેબ પાછળ જોઈને કહે, “ઓહોહો ! તમે આવ્યા છો ? ત્યારે પેલાં કહે, ‘હમણે આવી છું.’ ત્યારે કહે, ‘હવે જરૂર નથી. લઈ જાઓ.’ એટલે પેલાં પાછા ગયા. ત્યાર પછી પાછું હતું તે થચાટ, થચાટ કરવા માંડ્યા.
પેલાને કશું ખબર ના પડી. પેલો તો જાણે કે એમની બીબીની જ વાત કર્યા કરે છે. મારી વાત નથી કરતા. એટલે પછી પેલો શિષ્ય કહે છે, ‘સાહેબ મારું કશું કહો ને, તમને જે ફાવે એ, એમાં વાંધો નહીં ! ના કહો તો હું ના નક્કી કરી નાખું.’ ત્યારે કબીર સાહેબ કહે, ‘મેં કહ્યુંને તને !” ત્યારે પેલો કહે, ‘કશું બોલ્યા નથી તમે, ચોક્કસ કહું છું હું.’ ત્યારે કબીર સાહેબ કહે “આ જે છે ને, એવી મળે તો પૈણજે, નહીં તો પૈણીશ નહીં.’ તે પેલાને સમજણ શું પડે, આમાં કેવી આ બીબી ? એ જાણે કે ‘આ જાડી છે', એટલે એમ કહે છે કે “આ જાડી છે એવી તું પૈણજે (2) પાતળી ના લાવીશ.’ એટલે પછી કબીર સાહેબ હાક પાડી કે “જાડીપાતળી ના જોઈશ, કાળી-ગોરી ના જોઈશ, આવી હોય તો પૈણજે.' આવી એટલે જો મેં ધોળે દહાડે કહ્યું, દીવો લાવ, તો બીજી બૈરી હોય ન તો કહેશે, તમારી આંખો ફૂટેલી છે તે અહીં દીવો મંગાવો છો. આંધળા મૂઆ છો ? બહાર આટલા અજવાળામાં શું જોઈને દીવા મંગાવો છો ? શરમ નથી આવતી ? એવું મહીંથી ગાળો જ દે દે કર્યા કરે. પણ આ
તો જુઓ, અક્ષરે ય બોલ્યાં નથી, ને એક દીવો મંગાવ્યો તે બે દીવા લઈને આવ્યા ને તે પાછા આમ આવીને વિનયપૂર્વક ઊભાં રહ્યાં. પાછળથી અક્ષરે ય દુઃખ ના દીધું. ‘આવી મળે તો પૈણજે.' ત્યારે કહે, “સાહેબ, આવી તો મળે જ નહીં.” ત્યારે કબીર સાહેબ કહે, ‘પૈણ્યા વગર રહેને મૂઆ. કુંવારો પડી રહે ને છાનોમાનો. હજુ શી આબરૂ બગાડવી, તેનાં કરતાં પડી રહે ને.” શું કબીર સાહેબ ખોટું કંઈ કહે છે આમાં ? અને કોઈક પુણ્યશાળી હોય તો મળી જાય મહીં !!
આવું સાંભળે એટલે પોતે નક્કી કરે ને ! અનુભવ એટલે શું ? વાત તો સાંભળવી જોઈએ ને ? પૈણી ગયા માટે પૈણવાની વાત ના સાંભળવી એવું ક્યાં લૉ છે ? જો કબીર સાહેબે સારું કહ્યું છે ને ? કેવી મળી હતી, કબીર સાહેબને ?!
પતિને પરમેશ્વર માનીને તે આજ્ઞા પાળે છે, એ સ્ત્રીનો મોક્ષ થાય કે ના થાય ? ત્યારે કહે છે, પંદર અવતારમાં તો જરૂર થાય.
પ્રશ્નકર્તા : પતિ પણ પરમેશ્વર જેવો હોવો જોઈએ ને ?
દાદાશ્રી : હા, પતિ એ ઢીકો મારતો હોય, તો શી રીતે પરમેશ્વર માને ? પરમેશ્વર ઢીકો મારતા હશે ? કે કબીરો મારતો હશે બીબીને ? મારે તો આવી દશા હોય ? આ તો થપ્પડ મારી દે. પહેલું રામ થવું પડે. તો એ સીતા થાય. આપણા લોકો તો એમ ને એમ, ‘તું સીતા થઈ જા, સીતા થઈ જા', કહેશે. તમારે ય જો મેળ પડે તો, ‘આના જેવી મળે તો પૈણી જવું, નહીં તો નહીં. બીજાની જોડે પૈણવું જ નહીં.” એવું નક્કી કરી નાખવાનું !
આ તો રસ્તે ચઢેલા, એ રોડ ઉપર ચઢેલા, પછી પાછા આવવાનું તો બહુ થાક લાગે ને બળ્યું ! અને પેલો તો રોડ ઉપર ચઢ્યો જ નહીંને ત્યાં આગળ. આ તો એ રોડ ઉપર ચઢેલા અને એ ય આના જેવી મળે તો પૈણવું, નહીં તો પૈણવા જેવું નથી.
મને ય હીરાબા મળ્યાં છે, છોત્તેર વર્ષનાં છે, તે મને ય એવા મળ્યા છે. નથી મને કોઈ દહાડો હેરાન કર્યો, અમારે તો ચાલીસ વર્ષથી તો મતભેદ જ નહીં પડ્યો. મતભેદ પડે ત્યારે ભાંજગડ ને !