________________
૨૪૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૪૭
પ્રશ્નકર્તા : પછી ચોખ્ખી વાત કરી દે પાછાં.
દાદાશ્રી : આને સમજાવનાર જોઈએ. સમજાવો તો બહુ સુંદર ચાલે એવા છે. સમજાવનાર નથી તેની આ ભાંજગડ છે અને જે સમજાવા આવે છે એ પોતાના સ્વાર્થથી સમજાવા આવે છે. પોતાના સ્વાર્થવાળો માણસ સમજાવી શકે નહીં તમને સાચી વાત. જેને કંઈ પણ સ્વાર્થ નથી એ જ લોકો સાચી વાત સમજાવી શકે.
પ્રશ્નકર્તા : અમારે અહીંયા વડીલો નથી હોતા એટલે સમજાવે કોણ? અહીંયા કોઈ વડીલો તો હોય જ નહીં.
દાદાશ્રી : હા, તે સમજાવનારો ના હોય એટલે માણસ ગૂંચાયા કરે છે. શું થાય ?
પ્રશ્નકર્તા : આ ગૂંચાઈએ, કોઈ સમજાવનારું ના હોય વડીલો, તો એનો રસ્તો શું ?
દાદાશ્રી : આપણે ભગવાનને પ્રાર્થના કરવી, તે ભેગા કરી આપે આપણને.
એટલે છોકરાંઓને આ બાબતમાં જાણવા માટે બીજી બધી વસ્તુઓ હોય તે, આમ જાણતાં જાણતાં ફીટ થઈ જાય એમનું જીવન. વાઈફ જોડે કેમ વર્તવું જોઈએ ? મધર જોડે કેમ વર્તવું જોઈએ ? ફાધર જોડે કેમ વર્તવું જોઈએ ? પોતે પોતાની જોડ, માગતાવાળા જોડે કેમ વર્તવું જોઈએ ? આપણી જેની પાસે માંગતા હોઈએ તેની જોડે કેમ વર્તવું જોઈએ ? આવું બધું એને સમજાવામાં આવે તો કામ ચાલે. નહિ તો એ તો મુંઝાયા જ કરે છે ! અને પાછું કેવું ? આ જગતમાં પાછાં લોકો શું કહે ? અમે તારા દુઃખને લઈ લઈશું એવા સંતો હોય છે. સાંભળેલું ખરું એવું ?
પ્રશ્નકર્તા : સાંભળેલું. દાદાશ્રી : માન્યું ખરું એવું તમે? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : માનેલું નહીં ! પણ સાંભળેલું ખરું ને ? હવે એવું કંઈક
માનનારા હશે ને ? જો એ દુ:ખ લેનારાં છે તો માનનારાં ય હશે ને ? માનનાર હોય તો જ આ પછી આવાં ઊભા થાય ને ? લાલચુ લોકો. મારા છોકરાને ઘેર છોકરા થાય એટલી લાલચ ! અરે મૂઆ પણ તારો છોકરો, તને હવે છોકરાના છોકરા માટે લાલચ શું કરવા રાખું છું તું ? પણ આ લાલચુ લોકો ! તે માણસે કંઈ કેવું જીવન જીવવું ? એ કંઈ સ્વતંત્ર જીવન જીવવાનું હોવું જોઈએ. ભલે ભ્રાંતિવાળું તો ભ્રાંતિવાળું, પણ પોતાનું સ્વતંત્ર હોવું જોઈએ. આવું ના હોવું જોઈએ.
આખું જગત આવું વ્યવહાર જ્ઞાન ખોળે છે અને આ ધર્મ નથી. આ સંસારમાં રહેવાનો ઉપાય છે. સંસારમાં રહેવાનો, એડજસ્ટ થવાનો ઉપાય છે. ‘વાઈફ જોડેનાં એડજસ્ટમેન્ટ કેમ લેવાં ? છોકરા જોડે એડજસ્ટમેન્ટ કેમ લેવાં ?” તેના ઉપાય છે.
ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુ:ખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથીને !
પ્રશ્નકર્તા : અને એક-એક ઉપાય આપના સચોટ છે. દાદાશ્રી : હા. સચોટ છે.