________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૦૧
૪૦૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
રાજા શ્રેણિકતે દીકરાએ નાખ્યો જેલ; મહાવીર મળ્યા છતાં તર્ક, કર્મના રે ખેલ!
છે. સ્પેસ એની એ જ છે, પણ ટાઈમ બદલાયા કરે છે. એટલે સ્વાદમાં ફેરફાર થયા જ કરે. તેથી આપણે અહીં કોઈ પણ માણસો કશાકમાં પ્રખ્યાત થઈ જાય. એનું શું કારણ કે, બધાએ જુદી જુદી જાતથી બનાવેલું. એ એનો ભાવ, ટાઈમ, સ્પેસ, એટલે આવી દુનિયા ચાલે છે, ટાઈમ ને સ્પેસ બદલાય એટલે બધું ફેરફાર થાય જ, ભાવ બદલાય. આપણો ભાવ બદલાય. હમણાં રોટલી બનાવતાં હોય. પહેલી આ બેન બનાવતાં હોય, તો પહેલી બે બનાવી ત્યારે મનમાં એમ કે આજ સારામાં સારી રોટલી ખવડાવું અને ત્યાં સુધી એક મહેમાન આવ્યા એમના ઓળખાણવાળા. આમ મોટું દેખ્યું, મન બગડી ગયું. આ વળી ક્યાંથી આવ્યા ?! એ પછી રોટલી બગડી. એનો એ જ લોટ !!!
ગુલાબના ફુલ એકસરખાં ના હોય, બધા ફૂલમાં ચેંજ એ સૂક્ષ્મતા દેખાય નહીં તમને. જગ્યા ફેર છે માટે બધો ફેર. રોટલી વણવામાં ફેર છે એટલે ફેર.
પ્રશ્નકર્તા: રોટલી બનાવતી વખતે ભાવ બગડેલા હોય, એ રોટલી ધારો કે બીજું કોઈ ખાય, તો એનું શું થાય ?
દાદાશ્રી : બગડી જાય મોટું. પ્રશ્નકર્તા : એનું ય બગડી જાય ?
દાદાશ્રી : હા. પહેલી રોટલી મોઢામાં મૂકતાં સાથે ઓગળી જાય અને પેલી વાટ-વાટ કરો, તો ય ના ઓગળે. ટાઈમનો ચેંજ, જગ્યાનો ચેંજ, ભાવનો ચેંજ, એટલે બધું ચૅજેબલ છે. આ જગત જ આખું ચૅજેબલ છે. એટલે છોકરાં જે છે ને તે, એ છોકરાં પહેલાં એક જાતના દેખાતાં હતાં ખરાં, પણ એમાં ચેંજ હતો જ. પણ પહેલાં કેવું હતું કે બધા એક જ જાતનાં છોકરાં આવે બધાં. કો'ક જ જુદી જાતનું નીકળી જાય. બાકી ગુલાબનાં છોકરાં બધાં ય ગુલાબ. એટલે પહેલા ગુલાબના ખેતરાં થતાં હતાં આપણે ઘેર, અને હવે તો ગુલાબ પોતે હોય અને છોકરામાં એક ગુલાબ હોય, એક મોગરો હોય, એક ચંપો હોય, જાતજાતનાં હોય છોકરાં. એટલે હવે મૂઓ કંટાળે કે મારા જેવા કેમ નહીં ?!
પ્રશ્નકર્તા : માણસની જે પ્રકૃતિ ડેવલપ થાય છે. તે તેના જન્મથી જે આજુબાજુના વાતાવરણ, સંસ્કાર મળે છે એનાથી થાય છે કે ગયા ભવથી સંસ્કાર લઈને આવ્યો છે એના આધારે પ્રકૃતિ ડેવલપ થાય છે.
દાદાશ્રી : ગયા અવતારના આધારે. ગયા અવતારના આધારે આજે આ બધા સંસ્કાર દેખાય છે આપણને. આ જે સંયોગો ભેગા થાય છે, તે ગયા અવતારના આધારે ભેગા થાય છે. કોઈ પણ બીજું કારણ નથી, કે સંયોગ ભેગા થાય. પહેલું તો મા-બાપનો સંયોગ થાય, આ શરીરમાં હાડકું, લોહી બધું સંયોગ ભેગા થાય છે, એ બધું સપ્લાય એના આગળના આધારે થાય છે બધું. આગળના સંસ્કારને આધારે બધા સંયોગો ભેગા થાય છે, મા-બાપ સંયોગ ભેગો થાય, જગ્યા સંયોગ ભેગા થાય ! નહીં તો મા-બાપ દુષ્ટ મલે. એ જન્મ્યો ત્યારથી જ સંયોગને આધારે અને ઠેઠ મરતાં સુધી સંયોગના આધારે છે અને વચ્ચે મનમાં રોફ મારે છે. મેં આ કર્યું ને તે કર્યું. મૂઆ ભમરડા, સંડાસ જવાની શક્તિ નહીં ને શું બૂમાબૂમ કરે છે વગર કામના. એ આવતા ભવનું પાછું કર્મ બાંધે, બીજું કશું નહીં. અને કર્મ બાંધે છે તેનો વાંધો નહીં. પણ એ કર્મ ખરાબ બાંધે, પોતે દુઃખી થવું પડે એવા કર્મ બાંધે છે.
પ્રશ્નકર્તા: કેટલાકને મા-બાપની પ્રકૃતિ ને છોકરાની પ્રકૃતિ એકદમ વિરોધાભાસવાળી હોય છે, સાવ જુદી હોય છે. તો એ શું ?
દાદાશ્રી : મા-બાપને પ્રકૃતિ બાબતમાં લેવાદેવા નથી. કશું જ લેવાદેવા નહીં. એ તો એની પ્રકૃતિ અને આની પ્રકૃતિ, આ તો બધા સરખા સ્વભાવવાળા ભેગા થાયને, તે રીતે સરખા સ્વભાવવાળા જન્મ લે સામસામી ! કશું ય લેવાદેવા નહીં. મા-બાપ આ દિશામાં હોય તો પેલો તૃતીયમ દિશાનો હોય.
શ્રેણિક રાજાને રોજ છોકરો મારતો હતો અને જેલમાં હલું ઘાલી, દીધેલા એવું આ જગત ! આ તો હોય બાપ-છોકરા. કશું નહીં, ઋણાનુબંધથી ભેગાં થાય બધા. છતાં વ્યવહારમાં ના ય ના કહેવાય. ના