________________
૨૪૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૪૫
પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : જો સમજી ગયાને !
પ્રશ્નકર્તા: સંસારમાં ગુલાબ જોઈએ છે અને કાંટાને ગાળો ભાંડવી છે એ કેમ બને ?
દાદાશ્રી : હા, પણ જેને ગુલાબની જરૂર છે તે કાંટાની બૂમ પાડે જ નહીં ને ! દરેક માળીને પૂછી આવો જોઈએ, એ કાંટાની બૂમો પાડે છે ? પાડે જ નહીં. એ તો સાચવીને જ કામ કરે. પોતાને વાગે નહીં એવી રીતે કામ કરે. એ તો જેને ગુલાબની બહુ પડેલી નથી એ લોકો જ કાંટાની બૂમો પાડે છે. ગુલાબની પડેલી હોય તે તો કાંટાનો દોષ કાઢે જ નહીં ને !
બાકી કળિયુગમાં તો ઘર બધાં બગીચા જેવા થઈ ગયા છે. પહેલા તો બાપ-દાદા ઉદાર હોય તો આખા ઘરનાં દરેક માણસ ઉદાર અને બાપ-દાદા ચીકણાં હોય તો ઘર બધું એવું, એટલે ઘરમાં દરેકનો એક અભિપ્રાય ! અને અત્યારે તો દરેકના અભિપ્રાય જુદા, તે આખો દહાડો અભિપ્રાયની જ ભાંજગડ ને વઢવઢા, અત્યારે તો બાપનો પંથ જુદો, માનો પંથ જુદો, મોટાભાઈનો પંથ જુદો, નાનાનો પંથ જુદો. આમ પ્રકૃતિ જોવા જઈએ તો બહુ સારામાં સારી, પણ એકબીજાને મેળ પડે નહીં. હું પ્રકૃતિ ઓળખું એટલે મને તો બહુ સારું લાગે.
આમને ત્યાં એમ બગીચો જ છે ને ? કોઈ ગોરો, કોઈ કાળો, કોઈ ટૂંકો, કોઈ ઊંચો, કોઈ જાડો, કોઈ પાતળો. જાતજાતનાં ફૂલો છે ને !
પેલા ગળ્યા છે તે મોળા થાય, તીખા ના થાય. તીખા તો મોઢાંમાં ઘાલે કે વેષ કરી નાખે અને મહીં ના નાખ્યા હોય તો સ્વાદે ય ના આવે અને મોળો હોય તો મઝા ના આવે. ઘરમાં ય એક તરફી હોય તો મોળું કહેવાય.
ઊઠે તો એને આળસુ કહે, કહે કર્યા કરે રોજ. હવે મા-બાપ જ સાડા છ એ ઊઠનારા હોય અને છોકરો પાંચ વાગે ઊઠનારો. ત્યારે કહેશે, બહુ ઉત્પાતિયો ને બહુ ઉત્પાતિયો ને તોફાન. આ બધું સમજ્યા વગર ઠોકાઠોક કર્યા કરે..
પ્રશ્નકર્તા: હા. એવું થઈ જાય. અમારો બાબો એવો જ છે. એ પાંચ વાગે ઊઠીને જતો રહે, ખબર ના પડે. જાય ત્યાં સુધી અમે સૂતા હોઈએ.
દાદાશ્રી : નહીં, પણ આવા બધા તોફાન નહીં કરવા જોઈએ. એને ખીલવા દેવો જોઈએ. એને એની પ્રકૃતિમાં ખીલવા દેવો જોઈએ અને આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. ખાતર-પાણીમાં શું ? ત્યારે કહે, આપણે એક મુખ્ય વસ્તુ કહેવી કે ભઈ દારૂ-માંસાહાર, એ ન કરીશ અને ખોટી ચોરી એ આપણને ન પોસાય.
આ તો છોકરાને શી રીતે કેળવણી મળે ? એની નર્સરી કેવી હોય ? આ વેજીટેબલના છોડવા હોયને, તે નર્સરીમાં પાસ થયેલા હોવા જોઈએ. તો જ નર્સરીમાં પેસવા દે, નહીં તો નર્સરી બગાડી નાખે બધી. ત્યાં નાપાસ થયેલા હશે લોકો ?!
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો આમાં ? તમને કેમ લાગે છે ? વિચાર માંગી લે એવું નથી આ વાક્ય મારું ?
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : તે વેજીટેબલ છોડવાને માટે આટલી બધી સરસ નર્સરી હોય છે, તો આ છોકરાને નર્સરી ના જોઈએ ?!
સમજાવતારો નિસ્વાર્થ ઘટે; સુધરેલો જ સુધારી શકે
નર્સરીતો કોર્સ કરી ઉછેરે છોડવાં; છોકરાં ઉછેરો એમ માંડો વિચારવા!
હિન્દુસ્તાનમાં આપણા લોકો કરતાં અહીં અમેરિકાનાં (ઈન્ડીયનો) સારાં છેને આ લોકો. બધાં હસે જ છેને ! કંઈ છે ? કોઈની જોડે કંઈ સામાસામી રાગ-દ્વેષ કે કંઈ ભાંજગડો છે કોઈ જાતની ? બહુ સારું !
જો વહેલાં ઊઠનારા મા-બાપ હોયને, તે છોકરો જરા સાડા છએ