________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૫
૧૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર આજકાલ નખ કાપતા નથી ને? અહીં કેટલાંક આવે એને નખ લાંબા હોય ત્યારે મારે તેને કહેવું પડે છે, “બહેન આમાં તને લાભ છે કે ? લાભ હોય તો નખ રહેવા દેજે. તારે કંઈ ડ્રોઈગનું કામ કરવાનું હોય તો રહેવા દેજે.' ત્યારે એ કહે કે, “ના. આવતીકાલે કાપી લાવીશ.’ આ લોકોને કંઈક ‘સેન્સ’ જ નથી ! તે નખ વધારે છે, ને કાન પાસે રેડિયો લઈને ફરે છે ! પોતાનું સુખ શામાં છે એ ભાન જ નથી, અને પોતાનું પણ ભાન ક્યાં છે ? એ તો લોકોએ જે ભાન આપ્યું તે જ ભાન છે.
આ અમેરિકામાં જઉં, તે છોકરા-છોકરીઓ પગ દબાવતા હોય અને પછી હું ગમ્મત કરું. એય ! શું વાગ્યું? શું વાગ્યું ? ત્યારે છોકરીઓ ભડકી જાય બિચારી. કશું વાગ્યું નહીં ને દાદા આવું કેમ કરતા હશે ? શું વાગ્યું હશે એ એના મનમાં શંકા પડે. મેં કહ્યું, આ કોઈના નખ વધારે છે ? તે પછી એનાં નખ જ વધારે હોય. ત્યારે મેં કહ્યું, આ નખ વધારે છે એ મને તો વાગે. એટલે શું કરીએ ? મેં કહ્યું, “વરસ દહાડા પછી એને કાપી નખાવજે. ઉતાવળ ના હોય તો વરસ દહાડા પછી પણ કાપી નાખજે.” હું ફરી વરસે આવું તો એ કપાયેલા હોય. “ના, એ હું કાલે જ કાપી લાવું.' તો તો બહુ સારું. તે તરત કાપી નાખે.
હવે આપણે એને કહીએ, ‘નખ કપાવી નાખ. હું ખાવાનું નહીં સાંજે આપું.” ત્યારે એને કંઈ ના આવડે છે ? તને ચેલેન્જ મારતાં આવડ્યું તો એને ચેલેન્જ મારતાં આવડે છે ! ‘જા, નથી કાપવાની, તારે થાય એ કરજે', કહેશે. એ પ્રેમથી કામ લેવું જોઈએ. પ્રેમથી વશ થાય ને ! ધણી ય વશ થાય ને જાનવરે ય વશ થાય ને વાદ્ય વશ થાય. આ તો પ્રેમ છે તે તને ઘડીયાળ ઉપર પ્રેમ છે.
ખોળી કાઢવું જોઈએ. કોઝમાં એટલું જ હોય કે એને ચોરી કરવામાં સુખ પડે છે એવું એને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ગયે અવતારે. એટલે જ ચોરી કરે છે, એ તો બિચારો પરવશ થઈને ચોરી કરે છે. પૂર્વભવે ભાવના કરી છે અને એનું ફળ આવી ગયેલું છે. હવે છે તે એમાં શું ઉપાય કરશો બીજો ? એને કરવાની ઈચ્છા ના હોય બિચારાને.
આપણે સમજણ પાડીએ તો કે ભાઈ, આ ચોરી કરવામાં ફાયદો ખરો ? અને ફાયદો હોય તો ઓપનલી કેમ કરતો નથી તું ? છાનોમાનો કેમ નાસી જતો રહે છે ? કોઈ હોય ત્યારે કેમ નથી કરતો ? એટલે ખોટું એ તો જાણે જ છે ને ? પછી કહીએ કે ભઈ, આ ચોરી કરવાથી કોઈ તને પકડે તો શું થાય ? તો કહે, મને જેલમાં ઘાલી દે, ફોજદાર મારે. એટલે ચોરી કરવામાં આવું દુ:ખ છે. ત્યારે બેસાડી એને બધી સમજણ પાડવી જોઈએ કે ભઈ, તું અહીંથી બહારગામ ગયો હોય અને તારા ગજવામાંથી ૨૫ રૂપિયા હોય તે લઈ લે. તો તું પાછો શી રીતે મુંબઈથી આવું ? ત્યારે કહે છે, ના અવાય એ તો. ત્યારે મેં કહ્યું, તું અહીંથી લોકોનાં લઈ લઉં છું, તો એનું શું થતું હશે બિચારાનું ? આવાં બધાં જ દાખલા એને આપ આપ કરી એને, એની પાસે ન્યાય કરાવવો પડે. પછી એને સમજાય કે આ સાલું ખોટું થઈ રહ્યું છે. ખોટું તો છે જ. એટલે બધું પોતે જ કબૂલ કરી દે કે આ ખોટું જ છે. મારે હવે નથી કરવું.
પ્રશ્નકર્તા : બરાબર છે, પણ ભલે આપણે કંઈ કહેવું ન હોય, પણ આપણે એમ માનીએ કે આપણો દીકરો હોય, ચોરી કરતો હોય, તો ચોરી કરવા દેવી ?
દાદાશ્રી : દેખાવમાં વિરોધ, મહીં અંદર સમભાવ, બહાર દેખાવમાં વિરોધ અને તે એ ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદર સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું નિર્દય થઈ જાય છે.
એટલે પછી છોકરા સમજી જાય કે મારા પર બાપનો દ્વેષ નથી. એ બૂમો પાડે છે, પણ અંદરખાને સમજી જાય કે મારા બાપનો દ્વેષ નથી. પેલો સમભાવ રાખે ને એટલે પછી શું કરે ? બાપ શું કરે ? પછી
છોકરા સુધરાય સમજાવીને; હૃદય સ્પર્શે તેજવાણી ખરીતે!
આ કંઈ ગમ્યું નથી, આની પાછળ કોઝીઝ છે. આ તો ઈફેક્ટ છે બધી. માટે ઈફેક્ટ માટે દોષ કઢાય નહીં. આપણો છોકરો ચોર થઈ ગયો હોય, એને ધીબાય નહીં. ‘એ શાથી ચોરી કરે છે, એ કોઝ શું છે ?” એ