________________
૧૪૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૪૧
કરી આપે, એક્સપર્ટ. નહીં તો વીસ વરસ કોલેજોમાં ઘાલે તો ય ના આવડે ને ! એમના પ્રોફેસરોને જ આવડે નહીં ત્યાં આગળ !
આ છોકરો અમારી પાસે બધી ભૂલો કબૂલ કરે, ચોરી કરે તો તે ય કબૂલ કરી લે છે. આલોચના તો ગજબનો પુરુષ હોય ત્યાં જ થાય. હિન્દુસ્તાનનો કંઈ અજાયબ “સ્ટેજ'માં ફેરફાર થઈ જશે !
આપણે મનમાં સમજવાનું. ઘેર તો આપણે કહેવું, ‘હે છોકરાઓ ! તમે તો અમારું બધું નામ ઉજ્જવળ કરવા આયાં છો.' હા, લખું પડી જાય છે. શબ્દ અવળા બોલવાથી લખું પડી જાય સંસાર.
હવે જે પેલી પોતાનું ખાનગી લખી આપે છે, એનો એક જ શબ્દ હું બહાર પાડું તો એ આપઘાત કરીને મરી જાય. એટલે અમારે કેટલો બધો સંયમ રાખવો પડતો હશે કે કોઈએ ય જાણે નહીં.
જ્યાં લોકોએ ખાનગી વાત કરી, તે લોકોએ લાભ ઉઠાવ્યો છે. એટલે ખાનગી વાત જ કરવાની છોડી દીધી. બધાએ લાભ ઉઠાવ્યા, કામમાં લાગે ત્યાં આ સાંકળ ખેંચે છે. કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : લાભ જ ઉઠાવે છે.
દાદાશ્રી : એટલે પ્રેમથી જુઓ. આ શું બધું હાય હાય હાય ! ‘કિસકા લડકા કીસકી બાત !' આ તો ક્યાં સુધી ? ઉપર માથે ચોંટેલા છે ત્યાં સુધી આપણે કચકચ કરીએ ! ઉખડ્યા પછી પેલો વાળવાળો કહેશે, લ્યો ને સાહેબ, આને લઈ જાવ. મેર મૂઆ, આ તો ચોંટેલો છે ત્યાં સુધી મારાં. તમને કેમ લાગે છે ?
એટલે નકામી હાય હાય ના કરવી ! અમારી પાસે શીખવાનું છે. પાસે શા હારું બેસાડી રાખું છું કે જોઈ જોઈને એમનું જીવન જુઓ. આંખો જુઓ. આંખોમાં શું રહે છે ? ત્યારે કહે, “સાપોલીયાં રમે છે ?” ત્યારે કહે, “ના, સાપોલીયો નથી રમતાં અંદર.' ત્યારે શું રમે છે ? તો કહે, ‘વીતરાગતા રમે છે.' એ શીખો. વાણી દિલ ઠરે એવી હોય. એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. ભણવાથી ના થાય. ઉલટાં લોક શું કહે છે, તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે. તો એક ફેરો જમતાં શીખવાડીએ એટલે શીખી જાય. આપણે ફરી શીખવાડવા ન જવું પડે અને ચોપડીઓમાં શીખવાડ્યું હોય, ચોપડીમાં આમ પ્લાનીંગ કર્યું હોય અને શીખવાડ્યું હોય તો ક્યારે શીખી રહે ? અને કોઈ છોકરાને ગજવું કાપવામાં એક્સપર્ટ કરવો હોય તો કઈ કોલેજમાં દાખલ કરવો પડે ? અને ગજવું કાપનારની પાસે મૂક્યો હોય તો છ મહિનામાં ઓલરાઈટ