________________
૧૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૯
દાદા પ્રેમથી હદય પલટો ચોરતો; વશ કર્યા મતતા લાખો ચોરતે!
હું સુરત ગયો’તો. તે બે પોલીસ ઈન્સ્પેક્ટરો દર્શન કરવા આવ્યા. એ લોકોને કહ્યું કે અમારે દર્શન કરવા આવવું છે, દાદાનાં. એટલે પછી મને કહે છે કે અમે આટલું બધું પોલીસખાતું, માણસની પાસેથી કબૂલ ન કરાવી શકીએ, તે તમે આવા ‘જ્ઞાની પુરુષ' તરીકે કેમ કરીને કબૂલ કરાવો છો ?
ગુનો શું હતો ? કે એક પચ્ચીસ વર્ષનો છોકરો હતો, એણે આઠ મહિનામાં એંસી લાખ રૂપિયાની ખોટ કરી. આ ખોટ એનાં ઘરની નહીં. ઘેર તો પૈસા હતાં જ નહીં. બધા વેપારીઓ રડી ઉઠ્યા. અને એ છે તે ત્યાં આવ્યો આપણે ત્યાં, વણાકબોરી. એ ભાગી ગયો ત્યાંથી. લોકોએ મારવાની તૈયારી કરી નાખી. બાળી નાખો, કહે છે. બધા વેપારીના મનમાં એમ થયું કે આ છોકરાને, પચ્ચીસ વર્ષનાને મારી નાખો. એટલે એ સમજી ગયો. એટલે ત્યાંથી ભાગી ગયો. નડિયાદ ને એ બધે ફર ફરી રખડવા માંડ્યો. પછી એનો ભઈ છે તે તપાસ કરવા આવ્યો. એના ભાઈ જાણતા'તા કે દાદા વણાકબોરી છે ત્યાં, આપણે ત્યાં તેડી લાવ્યાં. તેડી લાવ્યા પછી મેં કહ્યું કે ભઈ આ કેમ, કેટલા વખતમાં ૮૦ લાખ રૂપિયા ભેગા કર્યા ? ત્યારે કહે, ૮ મહિનામાં. ત્યારે મેં કહ્યું, શું વાપરું છું, શેમાં ખર્ચો છે તારો ? ત્યારે કહે, ખર્ચો મારો તો હજાર રૂપિયા જ છે. એવું કહ્યું, ભણ્યો છું કે ? ત્યારે કહે, ઇગ્લીશ ભણ્યો નથી. અલ્યા, તે કેવી રીતે બનાવ્યા ? ત્યારે કહે, કે હું આમને ત્યાંથી એક લાખનાં હીરા લાવું. બીજાને ત્યાં ૮૦માં વેચી દઉં. એ ૮૦ રોકડા આયા, તે પેલાને એમાંથી ૬૦ આપી આવું. આવી રીતે બીઝનેસ ચાલુ કર્યો.
એટલે આમાં બીજી રંડીબાજી, દારૂ-બરૂ ? ત્યારે કહે, ના કશું ચાલુ નથી કર્યું કંઈ. એટલે શા હેતુ માટે કર્યું તે ? તારા ઘરનાને માટે નથી કર્યું ? નથી રંડીબાજી, દારૂ-બારૂ હેતુ, તો શા માટે કર્યું ? ત્યારે કહે, હું અઢાર વર્ષનો હતો ત્યારે નક્કી કર્યું'તું કે આ શ્રીમંતનો કુચો કાઢવો. તે અલ્યા આવડું મોટું તે નક્કી કર્યું'તું. ત્યારે કહે કે હા. મેં શ્રીમંતોનો
કુચો કાઢવો એવું નક્કી કર્યું'તું. અલ્યા મૂઆ આવું ? તો કહે, હા. મેં કહ્યું, સારું. જે વિગતે વિગતવાર ક્ષણેક્ષણ બધી એકઝેક્ટ રીતે કહી દીધું.
આ બધો ગુનો મારો જ છે અને બધું મેં જ કર્યું છે આ.” એટલે પછી એના ભઈ ને બધાં, બધાં સગાવહાલાં અહીં આવેલાં. એ કહે છે, જો આ સાવ સુરત ના આવે તો પેલા લોકો અમારો કંચો કાઢશે. એટલે પછી મેં શું શરત કરી ? કે પોલીસવાળાને મારી પાસે વાત નક્કી કરાવડાવો. પોલીસવાળાને મેં કહ્યું, જો તમે કોઈ પણ, આને કોઈ હાથ ના અડાડે. તો આ માણસને હું ત્યાં આવવા દઉં છું, નહિ તો નહિ આવે. એટલે એ લોકોએ કબૂલ કર્યું. પછી મેં મોકલ્યો. ત્યાં બધાની પાસે એક્સેપ્ટ કરી દીધું એણે, શું કર્યું ? અને કંઈ નામ ના લીધું. એટલે પોલીસવાળા કહે છે, તમે આટલું બધું એક્સેપ્ટ કેવી રીતે કરાવો છો ? મેં કહ્યું, મને તેર વર્ષની છોકરી હતી તે પીસ્તાળીસ વર્ષની થઈ ત્યાં સુધી એના લક્ષણ બધાં લખીને આપે છે અને છોકરા ય લક્ષણ લખીને આપે છે. નહિ આપતા હોય ? પુરેપુરા આપતાં હશે કે મહીં કાચા રાખતાં હશે ? જે બારીઓ ખોલે, એક-બે ખોલતો હશે ? અને ના ખોલનારા તો એકે ય ખોલે નહીં અને બારીઓ ખોલે તે એવું એવું લખીને આપે છે કે આ ય અજાયબી. હવે એમાં, અમને પોતાને ગમે નહિ. માથું ચઢે એવું લાગે. પણ છતાં ય અમે એને ધોઈને પાછું આપીએ ને મહિના સુધી વાંચજે અને તું એને પછી બાળી મૂકજે, કહ્યું.
કોઈ જગ્યાએ માણસ કહી શકે નહીં. એનું શું કારણ છે ? ધણી પાસે જો બોલે, તો ધણીને પછી લાગ આવે ત્યારે લાગમાં લે. જ્યાં જાય ત્યાં લોક લાગમાં લે. ‘જ્ઞાની પુરુષ' કરૂણાવાળા હોય, લાગમાં ના લે. એટલે ત્યાં આગળ બધું માણસ ખુલ્લું કરી આપે. સમજાયું તમને ?
એટલે પેલા પોલીસવાળાના મનમાં એમ જ થાય કે આવું બધું શી રીતે કબૂલ કરાવે છે. મેં કહ્યું, મારવા-કરવાનું ના હોય, અમારા પ્રેમથી બધું કબૂલ કરે. બધું જ કબૂલ કરી દે. પ્રેમથી બધું થાય. આ તમે શુદ્ધાત્મા થયા, પ્રેમ એટલો બધો ઉત્પન્ન થાય છે ત્યાં. હવે બીજો ઉપાય અત્યારે આ કરજો. છોકરાં ન હોય તમારાં ! આ તો બધું આપણા વ્યવહારથી નક્કી કરવાનું. ‘કીસકે લડકે ને કીસકી બાત' એવું ઘેર બોલવું નહિ.