________________
૧૬૨
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૬૩ એ પ્રોફેસરે લખ્યું કે ગજબની શોધખોળ છે આ તો કંઈક ! હેલ્થી માઈન્ડ
જૂના જમાનામાં ય છે તે ધણીને ને વહુને ફાવતું શાથી ? એ કંઈ ધણી હોંશિયાર નહોતા એવા કંઈ ! સમજદાર નહોતા. પેલી અભણ હતી સ્ત્રીઓ. અને પતિ એ પરમેશ્વર સ્વીકારી લે અને આ ભણેલી આવી એ કંઈ ગાંઠે !
કેવો નિખાલસ આજનો યુવાવર્ગ! સચ્ચાઈમાં તો જાણે ઉતર્યા સ્વર્ગ!
ભણતર નહોતું, પણ ગણતર હતું તે દહાડે. આ ભણેલી સ્ત્રીઓમાં ગણતર છે નહીં બિલકુલ. પણ આ છોકરાઓમાં ય ગણતર નથી. બધા બરકત વગરના કહેવાય છે છોકરા આજનાં. આમે ય બરકત નહીં ને આમે ય બરકત નહીં. પણ એમાં ફાયદો શો થયો ? એક પ્રોફેસરે પૂછયું કે આ તમારા આપ્તપુત્રો બધા નાની ઉંમરના કેમ છે, મોટી ઉંમરના કેમ નથી ? મેં કહ્યું, મોટી ઉંમરના મનના ચોર હતાં, મૂઆ. આજની આ જનરેશન હેલ્થી માઈન્ડની છે. હેલ્દી માઈન્ડ શાથી ? મમતા જ નહીં, ભાન મહીં હોય તો મમતા હોય ને ! જેને ભાન હોય તેને તો મમતા હોય ! મમતા જ નહીં અને પહેલાં તો, મારી ઉંમરમાં તો છોકરા હોય ને, તે નાનું પાંચ વર્ષનું હોય ને, તો ય તમારા આઠ આના પડી ગયા હોય ને, તો એની ઉપર પગ મૂકીને વાત કરે. ચોર બિલકુલ, અમારા વખતમાં બિલકુલ ચોર જ હતા લોકો. હવે અત્યારનાં છોકરા બિલકુલ બરકત નહીં. એટલે આ ગુણે ય નથી એમનામાં. મમતા જ જતી રહી ને ! એટલે મેં કહ્યું, હેલ્દી માઈન્ડ છે. એમને વાળનાર જોઈએ. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય, ભગવાન થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ હેલ્થી માઈન્ડનો પેલો જમાનો કઈ સાલથી કહો છો ? હેલ્થી માઈન્ડવાળા કઈ સાલના જન્મ પછી ગણાય ?
દાદાશ્રી : આજના જે આ છોકરા-છોકરીઓ છે, તે પચ્ચીસ વર્ષની અંદરના છે એ બધા હેલ્થી માઈન્ડના છે. હેલ્દી માઈન્ડ કેમ કહું છું હું કે એને જેવું શીખવાડે એવું તૈયાર થઈ જાય ! જૂના રોગ નથી. ભૂખ લાગે ત્યારે ખાવાનું ખોળે, બીજું નહીં. મમતા નહીં એટલે એનું ઘર એનો બાપ વેચવા ફરતો હોય ને, તો મહીં એને પડેલી ના હોય. અને જુના જમાનામાં તો બાપાને કહેશે, વેચવાનું નથી મારે. અત્યારે તો હેલ્વી માઈન્ડવાળા, મમતા નહીં. એટલે જેવો ઘડવો હોય એવો થાય. એટલે
પ્રશ્નકર્તા: આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે ? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે ? સાચો રાહ શું છે ?
દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યોર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે. અને આ યુવાવર્ગ એટલો બધો સારો કે પોતે બધું જ... કશું સંતાડતો જ નથી. પ્યોર કહી દે છે અમને. એક છોકરો હતો, તે મને કહે છે કે દાદાજી, મને બહુ દુઃખ થાય છે. અંદર. મેં કહ્યું, શેના માટે તને દુઃખ થાય છે ? ત્યારે કહે છે, મને એક ખરાબ વિચાર આવે છે એટલે મને દુઃખ થાય છે. કેમ, આવા કેમ વિચાર આવે છે ? ત્યારે મેં કહ્યું, પણ શું વિચાર આવે છે મને કહેને ! હું તને મટાડી દઉં. ત્યારે કહે, “મને એવાં વિચાર આવે છે કે દાદાજીને ગોળી મારી દઉં.’ હા, મેં કહ્યું. એ બરોબર છે. હવે તને દુઃખ થયા જેવી વાત છે આ, નહીં ? મેં કહ્યું, પણ શાથી આવું થયું એ મને કહે. ત્યારે કહે, તમે વિધિ કરાવતા હતા તે વખતે બીજાં બહારનાં માણસ આવ્યા. તેને ઝટ બોલાયાં ને મને ત્યાં આગળ ૧૦ મિનિટ અટકાવ્યો. એટલે મને મનમાં થયું કે આ દાદાને ગોળીબાર કરો. મેં કહ્યું, ‘બરોબર છે, એ મારી ભૂલે ય બરોબર છે. એટલે આ મારી ભૂલ થઈ ને માટે તને આ વિચાર આવ્યો. હવે નહીં આવે.” બીજાંને પેસવા દીધાં, એને ના પેસવા દીધો. આવે જ ને માણસને ? તીખો માણસ હોય તો આવી જાય ના આવી જાય ? બંડખોર હોય..... એટલે સાચું બોલ્યો. એટલે મેં એનો ખભો થાબડ્યો કે ધન્ય છે કે મારી રૂબરૂમાં તું મને ગોળીબાર કરવાની વાત કહું છું, તું સાચું બોલ્યો ? ધન્ય