________________
૧૨૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૨૫
એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઈ રીતે લેવું તે અમને અહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધઘટ ના થાય તે પરમાત્મ-પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઈ જાય. મારે કોઈને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઈ વશ રહ્યા કરે છે. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. પ્રેમ જગત જોયો નથી. કો'ક ફેરો જ્ઞાની પુરુષ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે. પ્રેમમાં વધઘટ ના હોય, અનાસક્તિ હોય. એ જ પ્રેમ, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે.
કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું તેનું એને દુ:ખ છે. આ જગતે પ્રેમ શબ્દ જ જોયો નથી. કંઈક પ્રેમ જોયો હોય કો'ક જગ્યાએ, તો મધરનો પ્રેમ હશે. તે ય કંઈક પ્રેમ !
પ્રશ્નકર્તા : તે ય કહેવામાં આવે છે ને કે તું મારો બાળક છે.
દાદાશ્રી : એ ય છે તે આસક્તિનું જ સ્વરૂપ છે. પણ પ્રેમ કંઈક દેખાતો હોય, નિર્માતા કંઈક સાધારણ હોય, તો ‘મધર'નાં પ્રેમમાં હોય છે, બીજી બધી આસક્તિઓ છે. અને જેની પાછળ મને કામ લાગશે, છોકરાં મોટાં થઈને ચાકરી કરશે, આમ કરશે, નામ રાખશે. એ બધી આસક્તિઓ બધી.
- પ્રશ્નકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ....
દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે. કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તે ય સહેજ જ પાછો. તે ય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાદ્ધ સરાવશે તો ય બહુ થઈ ગયું મારું. એક લાલચ છે, કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી, તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો ! આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. આખા જગતની સ્ત્રી સંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું. આ શરીરથી જુદો, પડોશી ‘ફર્સ્ટ નેબર'.
ત ઘટે-વધે, પરમાત્મ-પ્રેમ દાદામાં; ન જોવા મળે આજ કોઈ પ્યાદામાં!
આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે? ત્યારે તો ચિઢાય. માટે એ આસક્તિ છે. છોકરાં પ્રેમ ખોળે છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી