________________
૧૨૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૨૩
દબાવ્યો ! તે પછી બાબો ખૂબ દબાઈ ગયો, એટલે એને પછી છૂટકો ના રહ્યો, એટલે બચકું ભરી લીધું. આ રીત છે આ તે ?! આ લોકોને તો બાપા થતાં નહીં આવડતું !
પ્રશ્નકર્તા અને પ્રેમવાળો શું કરે ? જે પ્રેમવાળો હોય, એ શું કરે ?
દાદાશ્રી : હા. તે હાથ ફેરવે આમ તેમ. ગાલે ટપલી મારે, આમ તેમ કરે અને એને પાછળ લઈને આમ જરા ખભો ઠોકે, એમ ખુશ કરે. એને આમ દબાવી દેવાનું ?! પછી એ બિચારો ગુંગળાય એટલે બચકું ભરી લેને ! ના ભરી લે ગુંગળાય એટલે ? તમારા બાબાએ બચકું ભર્યું હતું ?
પ્રશ્નકર્તા : મેં એવું નથી કર્યું કોઈ દિવસે.
દાદાશ્રી : ત્યારે સારું ! દોઢ વર્ષનો છોકરો કહેશે, ‘દાદા, મારે રમવા તમારી જોડે આવવું છે.' ત્યારે હું કહું, ‘હા.' શાથી દોઢ વર્ષના છોકરાને મારી જોડે બીક નહીં લાગતી હોય ?
પ્રશ્નકર્તા : કશો અહંકાર ના મળે તમને એટલે. દાદાશ્રી : અહંકાર નહીં એટલે પ્રેમ લાગે ! પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : એડજસ્ટેબલ થાય. ખરી મજા આવે. છોકરાને, દોઢ વર્ષનો-બે વર્ષનો, પાંચ વર્ષનો, બધાં ય ને મજા આવે. છોકરીઓને હલું મજા આવને ! હું તો પંદર વર્ષની છોકરી હોય તો ય હું કહું તેને, કે કેમ પણતી નથી ? પૈણવામાં તને શું નુકશાન છે એ બધું એને સમજાવું, એની હરેક બાબત, તેની આઉટસાઈડ-ઈનસાઈડ વાત કરું, તે ય એની વાત ખુલ્લી કરે. તેજ મારું જોઈ લીધું. આંખોમાં વીતરાગતા જોઈ. લોક તો નથી કહેતા કે આંખોમાં તો સાપલીયા રમે છે ! વીતરાગ પુરુષ હોય તો ય કહી દે !!
એક છોકરો મારી પાસે અડધો જ કલાક વાતચીત કરી હશે. તે પુસ્તક માંગી ગયો. કહે છે, તમારો ફોટો આપો. કેટલા વર્ષનો છોકરો હતો ?
પ્રશ્નકર્તા : તેર વર્ષનો.
દાદાશ્રી : ફોટો માંગી ગયો, પુસ્તક આપો. પુસ્તક આપ્યું. પુસ્તક એણે વાંચ્યું ખરું પાછું આજે ! પછી આવતી વખતે ય મને જો જો કરતો હતો. ફોટો લે લે કરતો હતો. એ બંધાઈ ગયો, મારી જોડે બંધાયો. એટલે બહાર પ્રેમ ખોળે નહીં, મારા ફોટામાંથી પ્રેમ આવશે એને. પ્રેમથી જ જગત જીવી રહ્યું છે અને આપણા લોક મારે ખરાં છોકરાંને ?! બીવડાય બીવડાય કરે ! અક્કલ વગરનો છું અને આ મોટાં અક્કલવાળા ! “જોબ' તો મળતી ના હોય અને અક્કલવાળા આવ્યા ! એમને એમનાં સાસુ લતા હોય. એ તો કોણ કહી શકે ? મારા જેવો કોઈ લખનાર ના હોય, તે હું કહી શકું. બાકી તમને લઢનાર હોય પાછળ તો તમે શી રીતે કહી શકો ?! તમને વાત સમજાય છે, આ કામ લાગશે ?
અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, સમજણ પાડવાની જરૂર અને ધીમે રહીને માથે હાથ ફેરવી અને સમજણ પાડવાની જરૂર. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય.
આ તો અમે પૂછીએ, તારા પપ્પા કેવા છે ? ત્યારે કહે, જવા દો ને, પપ્પાની વાત ! તે મૂઆ, એક તો પપ્પો થયો છે, છોકરાને ઉછેરવો ના હોય ?! છોકરાને મારવા પણ... અત્યારે હું મોટી ઉંમરનાંને મારુંને, તો એને રસ નહીં ચઢતી, એનું શું કારણ ? પ્રેમથી મારું છું. તમારામાં પ્રેમ હોય નહીં. તમારામાં પ્રેમ જ ક્યાંથી લાવે ? પ્રેમવાળો માણસ કોઈ જોયેલો ? ક્યાં જોયેલો ?
આ છોકરાને હું માર માર કરું છું ને, તો ય ખુશ થાય છે અને તું માર જોઈએ ? કારણ કે તારામાં અહંકાર છે, એટલે એનો અહંકાર જાગૃત થાય. મારામાં પ્રેમ છે, એટલે એને પ્રેમ જાગૃત થાય. એ તો હું ગમે એટલું મારું તો ય મને કશું ના હોય, મારી ઉપર ખુશ થઈ જાય. કારણ કે હું પ્રેમથી જોઉં છું અને તારામાં તો અહંકાર ભરેલો છે એટલે પછી તે છોકરામાં અહંકાર જાગે એટલે એનો અહંકાર લડે પછી, ‘આવી જા' કહેશે.
અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું