________________
૧૧૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૧૧
પરિણામ નથી આવતું.
દાદાશ્રી : ના આવે. પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઊછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો !!! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલો આપે મોટાં મોટાં !! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?!
સતાથી ય ચઢે પ્રેમનો પાવરી હાર્ટ દેખે ત્યાં પ્રેમનો શાવર!
દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફટ એન્ડ રાઈટ, લેફટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે ?
પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?
દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડો ને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકે ય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું.
પ્રશ્નકર્તા છોકરાઓ હોય, તો એની જોડે કેવી રીતે ટકોર કરવી ? દાદાશ્રી : શી ટકોર કરવાની ? પ્રશ્નકર્તા ઃ ટકોર કરવી પડેને, કે એની ભૂલ થતી હોય તો ?
દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધાં, સમજે છે બધાં, પોતે ખોટું થયું હોય ને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું ? ત્યારે ઊલ્ટો પકડ પકડે. ના, ‘હું કરું છું’ એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે ?!
પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં કોલેજોમાં ‘પબ્લીક રીલેશન'ના ક્લાસીસ ચાલે છે. પબ્લીક સાથે સંબંધો કેવી રીતે રાખવા ? તો ય કંઈ
સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે. તે પહેલાં આપણે અટકી જવું.
દાદાશ્રી : હા, ખરી વાત છે એ બારણાં વાસી દે તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ, નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તે ય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.
પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને !
દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી ! કચરો બધો કાઢું છું કે નહીં કાઢતી ! કેવા સરસ હાર્ટવાળા, જે હાલી હોયને તેની જોડે ડખો ના કરવો, તારે