________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ત્યાં સારું ખાવાનું મળે, કપડાં ય તે દહાડે તો સારા ઈસ્ત્રીબંધ હોય. એટલે કાળને શું કરવા દોષ દો છો ? કાળને તો નક્કી કરી ફેરવો. આપણે એમ નક્કી કરીએ છીએ કે ભઈ કાલે આપણે માથેરાન ચાલો, તો જવાય છે કે નથી જવાતું ? બધાએ નક્કી કર્યું હોય તો સવારમાં બધું ભેગું થઈ જાય છે ને ? એટલે કાળને નહીં, પોતાના પરિણામને જોવાનાં
છે.
આપણે છોકરાઓ માટે ભાવ કર્યા કરવા કે છોકરાની બુદ્ધિ સવળી કરો. એમ કરતાં કરતાં બહુ દહાડા થાય ને, અસર પડ્યા વગર રહેતી નથી. એ તો ધીમે ધીમે સમજશે. તમારે ભાવના કર્યા કરવી. એમની ખેંચ કરશો તો અવળાં ચાલશે. બાકી સંસાર નભાવી લેવા જેવો છે જેમ તેમ કરીને.
પ્રશ્નકર્તા અને ફરજિયાત છે ને, સંસાર તો ?
દાદાશ્રી : છૂટકો જ નથી ને ! અવળું કરીએ તો સામો થઈ જાય, માર મારે હઉં. ભાન જ નથી ને ! છોકરાંને કશું ભાન નથી. મારે શું થાય ને શું નહિ એવું ભાન જ નથી, સંસ્કાર નથી. તેનાં કરતાં સીધેસીધું જેમ તેમ પતાવી લેવું આપણે. પાંચ-પચાસ વર્ષનો એની જોડે મેળાપ. એટલે કોઈ બાપ તમને કહેતો હોય ને, તો એને કહેવું કે પતાવી દેજો.
નહીં ?
દાદાશ્રી : વળી સુધારનારા હોત તો સુધર્યો ના હોત ! એ આવો થઈ જાત ક્યાંથી તે ?! સુધારનારના છોકરા ને કેવાં ડાહ્યાં હોય !
પ્રશ્નકર્તા : એ એના આવાં કર્મના ઉદયથી આવો થઈ ગયો છોકરો, તો એને સુધારવાના ભાવ કરવા જોઈએ કે નહીં ?
દાદાશ્રી : ભાવ કરવા જોઈએ. બધાને તો ભાવ હોય જ, એના મા-બાપને હોય જ ભાવ. પણ રસ્તો ના જાણતો હોય. રસ્તો જાણ્યા વગરના ભાવ શું કરવાના તે ! જ્ઞાન જાણ્યા સિવાયનો ભાવ કરવાનો શું તે !
પ્રશ્નકર્તા : છોકરો વધારે બગડે નહીં એવી રીતના એને સુધારવો, એવું આપણે કરવું જોઈએ કે નહીં ? એવી ભાવના રાખવી જોઈએ ?
દાદાશ્રી : બધું કરવું જોઈએ. પણ એ ફળદાયી હોવું જોઈએ. નહીં તો ઉલટો વધારે બગાડે. એટલે સુધારવાની આવડત હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુધારવાની આવડતવાળાને ત્યાં બગડે જ નહીં છોકરાં.
પ્રશ્નકર્તા : જે વખતે બગડતો હતો, તે ઘડીએ સુધારવાની એ આવડત નહોતી.
દાદાશ્રી : આપણને આવડત જો આવી હોય તો સુધારવો. નહીં તો સુધારવા વધારે બગડે એવું ન કરવું. આપણે એને સુધારતાં જઈએ, અને એ રાઈફલ લઈને ફરી વળે આપણને, એવું ન કરવું જોઈએ.
પ્રશ્નકર્તા એટલે સુધારવા માટેની ભાવના, પ્રયત્નો કરવા જોઈએ ખરાં ?
દાદાશ્રી : પ્રયત્ન કરવા જોઈએ, પણ પ્રયત્ન એને નુકશાન કરે એવા ન હોવા જોઈએ. એને હેલ્પ થાય એવા કરવાં જોઈએ. ત્યાં એ પ્રયત્નમાં સમતા રાખવી બહુ મુશ્કેલ છે, સમતા રાખવી જોઈએ.
અમે તો માથે હાથ ફેરવીને કહીએ કે ભઈ, આ ના થવું જોઈએ. પ્રેમથી કહીએ, અમને દ્વેષ ના હોય એની પર અને તમારામાં દ્વેષ હોય જ એને માટે, આ ખરાબ છે એટલે. પણ એ દ્વેષ કાઢી નાખીને જો કરો
દારૂડીયો દીકરો, છતાં ત કિંચિત્ દ્વેષ; પ્રેમથી વળે, તે હિસાબે શૂન્ય શેષ !
છોકરો તમને દુઃખ દેતો હોય ને, દારૂ પીને આવીને, તો તમે મને કહો કે આ છોકરો મને બહુ દુ:ખ દે. હું કહું કે ભૂલ તમારી છે. માટે શાંતિપૂર્વક ભોગવી લો છાનામાના, ભાવ બગાડ્યા સિવાય. આ મહાવીરનો કાયદો અને જગતનો કાયદો જુદો છે. જગતમાં લોક કહેશે કે ‘છોકરાની ભૂમ્સ છે' એવું કહેનારા તમને મળી આવશે. અને તમે બહુ ટાઈટ થઈ જશો કે “ઓહોહો ! છોકરાની ભૂલ જ છે. આ મારી સમજણ સાચી છે.” મોટા સમજણવાળા ! ભગવાન કહે છે, ‘તારી ભૂલ છે.’
પ્રશ્નકર્તા : તો પછી છોકરાને સમજણ આપવી, એને સુધારવો કે