________________
૭૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ના સમજી જઈએ ?! બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માંગે છે ! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી કોઈનો દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય ! એટલે જે સમજાવીને આવું લે છે તેને મારે અનૂક્વૉલિફાઈડ નથી કહેવા.
ન બોલાય, છોકરો નથી માનતો? તથી બાપ તરીકે છાજતો!
બાપ થવું’ એ સદ્વ્યવહાર કેવો હોવો જોઈએ ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.
પ્રશ્નકર્તા : છોકરાં પજવે તો ? છોકરાં પજવે તો પછી બાપે શું કરવું જોઈએ ? તો ય બાપે સખ્તાઈ નહીં રાખવાની ?
દાદાશ્રી : છોકરાં આ બાપને લીધે જ પજવે છે. બાપનામાં નાલાયકી હોય તો જ છોકરાં પજવે. આ દુનિયાનો કાયદો એવો ! બાપનામાં બરકત ના હોય તો છોકરાં પજવ્યા વગર રહે નહીં. વળી એ તો ન્યાય અને તરત જ આપી દઈએ. બાપ કહે કે, “મારા છોકરાં પજવે છે.' તો હું કહી દઉં કે તારામાં બરકત નથી. જતો રહે ! છોકરાનો બાપ થતાં આવડતું નથી. છોકરાં શી રીતે પજવે ? ખવડાવી-પીવડાવીને મોટા
ક્ય. કુદરતી કાયદો એવો છે કે છોકરો બાપનું ના માને તો બાપનામાં બરક્ત નથી એમ કહેવાય. આ એનો કાયદો !
પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?
દાદાશ્રી : “આપણી ભૂલ છે’ એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે !? પણ બાપ થતા આવડતું જ નથી ને !
પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયા છોડે ?
દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, ‘મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !” એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને
ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉં લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ?!
પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?
દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે.
પ્રશ્નકર્તા : એવું જ હોય કે બાપની ભૂલ જ હોય ?
દાદાશ્રી : બાપની જ ભૂલ હોય છે. એને બાપ થતાં આવડતું નથી, એટલે આ બધું ભેલાઈ ગયું. ઘરમાં જો બાપ થવું હોય તો, સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે એવી દ્રષ્ટિ થાય ત્યારે બાપ થઈ શકે.
પ્રશ્નકર્તા : બાપ ઘરમાં વડીલપણું ના રાખે, બાપપણું ના રાખે તો ય એની ભૂલ ગણાય ?
દાદાશ્રી : તો રાગે પડી જાય. પ્રશ્નકર્તા : છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી
દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું.
પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે તેમાં બાપ શું કરે ?