________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કરાતી હશે ! તે આને તગાવીઓ ય બધી માંડવાળ કરાવી. રેવન્યુ ઓછું કરી નાખ્યું. તે પગાર શી રીતે લોકોને આપવા ? તો કહે, તિજોરીમાંથી કાઢી કાઢીને આપો. તિજોરી બધી બહુ હતી, સારી હતી. જબરજસ્ત હતી એની મહીં ધન હતું. તે બાર વર્ષમાં એને વાપરી ખાધું ધૂળધાણી કરીને અને લોકોએ છે તે પેલું ભરવા કરવાનું ના હોય ને રેવેન્યૂ-બેવેન્યુ, તગાવી ને એ. એટલે લોકોએ દારૂ પીને સૂઈ રહેવા માંડ્યા. પેલા ખેતરોમાં વાવે જ નહીં ને. કારણ કે સરકારથી દબાણ હોય તો વાવે. કંઈ ભરવાનું હોય તો બીકના માર્યા વાવે. આણે તો બીક જ કાઢી નાખી બધાની.
પછી પોતાને ખબર નહીં એ તો ભરત રાજા બિચારાને. એ તો જાણે હું સુખી કરું છું આ બધાને. અને લોક આળસુ ને દારૂડિયાને એવા થઈ ગયા ને ખેતરોમાં ય કોરું દેખાય અને ગ્રીન બેલ્ટ હતો ને તેને બદલે સૂકો થઈ ગયો, ડ્રાય બેલ્ટ થઈ ગયો.
પછી રામચંદ્રજી જ્યારે ચૌદ વર્ષના વનવાસથી પાછા આવ્યા ત્યારે જોતા જોતા આવ્યા તો કહે, આમ કેવું ? આ ડ્રાય બેલ્ટ કેવો, આ બધું આવું ? મહીં જોતા જ ગભરાઈ ગયા. આવીને ભરત રાજાને પૂછીને કહે છે કે તે લોકોને.... કેમ આ લોકો દુ:ખી થઈ ગયા છે ને કંઈ આ કશું વાવતા કરતા નથી ? ત્યારે કહે, મેં તો બહુ સુખ આપ્યું છે એમને. જુઓ તિજોરીમાં કશું રાખ્યું નથી. એ રામચંદ્રજી સમજ્યા કે આને રાજ ક્યાં મેં સોપ્યું આ બધું. એટલે રામચંદ્રજીએ આવીને પછી શું કર્યું ? બધે ખબર આપી દીધી કે ‘બધા ચૌદ વર્ષના વેરા ભેગા પેઈડ અપ કરી જાવ અને તગાવી પાછી ભરી જાવ વ્યાજ સાથે.’ આ રામ જેવા રામ બોલે છે ? ત્યારે કહે, ‘હા, એ જ રામ, એ જ બોલે છે.” આ લોકોએ છે તે ખેતીવાડી કરવા માંડી અને પાછી નવી તગાવી આપવા માંડી કે અડચણ પડે તો બીજી તગાવી લઈ જાવ પણ ખેતીવાડી શરૂ કરી દો અને પાછા પૈસા ભરી જાવ. એ લોકોએ પાછી તગાવી વાળી ને લોકોએ પાછા કૂવા ખોદ્યા. નવી તગાવી લઈને અને પછી કોસ ખેંચવા માંડ્યા પાણીના. તે કોસે કોસે બોલે, એક કોસ નીકળે મહીંથી, “આયા રામ કરીને એક કાંકરો મૂકવાનો. તે અત્યાર સુધીએ કાંકરો હજુ ય મૂકાય છે. આયા રામ ! એ
રામ આવ્યા ત્યારે પાણી નીકળ્યું, નહીં તો નીકળત જ નહીં, હા. લીલું થઈ ગયું ત્રણ વર્ષમાં, ફર્સ્ટ કલાસ થઈ ગયું. સમજાયું ને ! - જો ભરત રાજાએ ઊંધું કરી નાખ્યું ને ! એને શું ખબર પડે કે ઊંધું થઈ રહ્યું છે !
ગમી વાત આમાંની કોઈ તમને, વાત ગમી કોઈ? પ્રશ્નકર્તા: આ ગમી જાય છે, ત્યારે એની અસર થઈ જ જાય.
દાદાશ્રી : ઘણા લોકો છોકરાને કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” મેં કહ્યું, ‘તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.’ અને પેલો પપ્પો કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !
હું એ શીખવાડવા માંગું છું, તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં એને ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યું મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.
પ્રશ્નકર્તા : આપની વાણીની અસર એવી થાય છે કે જે બુદ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.
દાદાશ્રી : હૃદય સ્પર્શતી વાણી. હૃદય સ્પર્શતી વાણી તો મધરલી (માતૃત્વવાળી) કહેવાય. હૃદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !
પ્રશ્નકર્તા : બહુ સહેલાઈથી નહીં માને છોકરાં !
દાદાશ્રી : તો હીટલરીઝમથી માને ?! એ હેલ્પફુલ નથી. હીટલરીઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.
પ્રશ્નકર્તા : માને છે, પણ બહુ સમજાવ્યા પછી.
દાદાશ્રી : તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે. એનું કારણ શું ? કે તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે