________________
૭૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૭૯
સમજાતું જશે. તેમ તેમ ઓર આનંદ ને ઓર વાત સમજાશે. કહું છું ને અમને ટ્વેન્ટી સેવન યર્સથી ટેન્શન થયું નથી બોલો, સિન્સ ટ્વેન્ટી સેવન યર્સ ! તો તમે આ દશાની ભક્તિ કરો છો તે તમે ય એવા થઈ જવાના. જેને ભજે તેને પુરું પામે. જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. અસર્ટિફાઈડને લીધે આ દશા થઈ છે આપણી. હવે એક કાળ એવો આવશે કે સર્ટિફાઈડ આવશે. આ તો આપણે એને ટેડકાવવા માટે શબ્દ બોલતા નથી. એ શબ્દ નીકળવાથી શબ્દ કામ કરે છે.
છાસીયામાંથી સો ટય બતાવે દાદા! તપવે સોયાતે, પણ અંતે ફાયદા!
તમે કહો, આ બધું ના બનાવશો. તો ય એ હાજર થયા કરે. મારે કેટલી ચીજ હાજર થાય છે. તે મારે પણ ના પાડ-પાડ કરવું પડે છે. આ કહેશે, રસ લાવું, કેરી લાવું. અલ્યા ભઈ, મારે નથી જરૂર આની ! કેટલી ચીજો હાજર કરે. તેમાં પણ મને તો જરૂર ના હોય. મને શું ચીજ હાજર નહીં કરતા હોય લોકો ? તમને શું લાગે છે ? જમતી વખતે, બધી વખતે શું હાજર નહીં કરતા હોય લોકો ? તે અમારે જરૂર નહીં કોઈ જાતની. તેમ તિરસ્કારે ય નહીં. તમે મૂક્યું જરાક કકડો લઈ લઈએ. તમે બહુ કહો તો ના ખાવું હોય તો ય કકડો લઈ લઈએ. તમે કડવું આપો તો ય પી જ લઈએ. થોડું પીએ. આપણે તો એડજસ્ટ થઈ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા, આ તમે જે વાત કરી કે તમને કડવું આપ્યું હોય તો ય તમે થોડુંક લઈ લો. હવે અમને કડવું ના ભાવતું હોય તો તેમનું લઈએ ? એટલે પેલું જે લાઈકીંગ ઉપર જાય એની વાત કરીએ છીએ હવે આપણે.
દાદાશ્રી : પણ ‘ના’ શબ્દ તો કાઢી નાખજો ડિક્ષનરીમાંથી. એ ‘ના’થી જ આ જગત ઊભું રહ્યું છે. ના કહેવાથી જ લોકો છે તે ક્લેઈમ માંડે છે. ‘હા’ લાવો. પછી મોઢામાં મૂકીને ‘યું’ કર્યું હોય તો ય થાય, વાંધો નહીં ! પણ એને ઈન્સલ્ટ નહીં કરો. અમે તો કેટલાક ફેરા, ‘દાદા પ્રસાદ લો’, તે લઈ લઉં અને મગફળીને એ હોય તો ગજવામાં મૂકું. તે પછી પાછું બહાર નીકળે ત્યારે કોઈકને આપી દઉં, પણ ઈન્સલ્ટ નહીં કરવાનું. કારણકે ‘વ્યવસ્થિત’ના આધારે એ તો મને કહ્યું કે લ્યો.
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : અને તમે તો ડખો કર્યા વગર રહો નહીં. ડખો નહીં કરો. વ્યવસ્થિત છે આ બધું જગત. જે બને છે એ વ્યવસ્થિત. થાય છે એ વ્યવસ્થિત. વ્યવસ્થિત નહીં લાગતું !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે.
દાદાશ્રી : અને કરે છે એ ય ‘વ્યવસ્થિત’ છે. કોને વઢશો ? છોકરાને, વહુને ? કોઈને વઢવા જેવું જગત છે ?! અમે તો ક્લીયર કટ બધી જોગ્રોફી આપી છે બધી. બિલકુલ ક્લીયર કટ. જેમ જેમ ક્લીયરન્સ
આ હવે આપણા મહાત્માઓ ડાહ્યા થવાના. જ્ઞાન લીધું તેથી છોકરાં સારાં થવાનાં, ડાહ્યા થવાનાં. કારણકે માઈપણું આવે, સ્ટંટ ના હોય. પેલાં તો સ્ટંટ !
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધેલાં મા-બાપો ‘સર્ટિફાઈડ મા-બાપો' કહેવાશે.
દાદાશ્રી : થશે ને ! ના કેમ કહેવાય ? તમારો છોકરો સર્ટિફાઈડ થઈ ગયો, તે ઉપરથી ના સમજીએ કે મા-બાપ સર્ટિફાઈડ થઈ ગયાં છે ? છોકરાં સર્ટિફાઈડ થઈ ગયાં !
પ્રશ્નકર્તા : દાદા, આ એક જ જગ્યા એવી જોઈ કે જ્યાં યોગ્યતા પૂછવામાં આવતી નથી. નહીં તો બીજે બધે ઠેકાણે પૂછે કે તમારો શું માલ છે, તમારામાં શી યોગ્યતા છે, ત્યાર પછી પેસવા દે અને આપની પાસે તો બધાં છાસિયા સોના જ અમે આવ્યા. તે આપે કોઈ દહાડો પૂછયું નથી કે આ છાસિયું છે તારું. આપ ચોક્સી એટલે તો છાસીયુંને ચોખ્ખું કરી આપો છો !
દાદાશ્રી : હા, કારણકે હું જાણું ને, કે કશા ય માલ વગરના છે આ લોક. એને પૂછીએ તો આપણી જોખમદારી. સામાની આબરૂ લીધા બરોબર ને ! જેની પાસે લક્ષ્મી ના હોય એને આપણે કહીએ, કેટલી લક્ષ્મી છે તમારી પાસે ? તે ઉલટું શરમમાં મૂકવા જેવું. એવું કેમ પૂછાય આપણાથી ? આપણે કહીએ, બા, સુખી છું ? બસ બા. એ તો આમાં