________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કરી આપીશ. એક જ બાબો છે, તો પછી એને સાચવવાનો. એવું છે ને ગુલાબના છોડને જો માવજત કરવાની અક્કલ હોય તો ગુલાબનો છોડ ખરેખરો ખીલી ઉઠે. અને અક્કલ ના હોય તો મહિના સુધી પાણી રેડવાનું ભૂલી જાય એટલે પછી સૂકાઈ જાય. એટલે બધામાં એ તો જોઈએ ને
પ્રશ્નકર્તા : આ પ્રશ્ન બધાનો જ છે દાદા, એમને એકલાને છે એવું નહીં, પણ આ બધાને આ જરૂરનું જ છે. મા થતાં આવડવું જોઈએ, બાપ થતાં આવડવું જોઈએ. આ તો પાયાનો જ પ્રશ્ન છે.
દાદાશ્રી : પણ એ કંઈથી હવે થશે, હવે કોણ કાઢશે સ્વભાવ ! પ્રશ્નકર્તા : તમે કાઢો ને દાદા. દાદાશ્રી : ના, હું કેમ કાઢું ?
પ્રશ્નકર્તા ઃ કાઢો જ છો ને, આ શું છે ? આ સ્કૂલ જ છે ને આ. બધા આવે છે ને પૂછે ને એ ભણી જાય છે.
દાદાશ્રી : તે દરેક છોકરા એક કલાક આવીને આખું વિજ્ઞાન શીખી જાય. એટલે લાઈફ બહુ સરસ થઈ જાય. બીજા બધા જોડે કેમ વર્તવું ? જગત શું છે ? કોણે બનાવ્યું ? એ બધી વાસ્તવિક્તા જાણે, ત્યારે ડાહ્યો થઈ જાય. આ ગુંચવાડાના લીધે લોકો ડાહ્યા નથી. આ વાસ્તવિકતા જાણવાની કોને જરૂર કે જે કોલેજમાં ભણેલો હોય તેને માટે જરૂર છે, બીજા મજૂરોને જાણવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : મારો હજુ એ પ્રશ્ન છે કે જે કુદરતી રીતે, સાહજીક માતૃત્વનો ગુણ છે કે પિતૃત્વનો ગુણ છે, એ સાહજીક રીતે આવે અને આ બધા અવરોધો રહે નહીં, એવું જ્ઞાન કેવી રીતે લઈ શકાય ને આપી શકાય ? એવું કેમ બને એનો કંઈ આપ ઉપાય બતાવો ને ! છે સાહજીક જ અને છતાં ય અવરોધ થાય છે.
દાદાશ્રી : એ તો થોડા વખત પછી એવી માઓ થશે એટલે એનું જોઈને શીખશે લોકો. ઘણા ફેરે દરેક વસ્તુનું બીજ જ ઊડી ગયું હોય તે પાછું બીજ ફરી ઉત્પન્ન થાય અને પછી ચાલુ થાય. એટલે ફરી થશે ખરું.
પણ એને માટે નિમિત્ત તો જોઈએ ને ! પ્રયત્ન બહારના જોઈએ ને !
પ્રશ્નકર્તા : આ તો આપ જેમ પહેલા કહેતા હતા ને કે સારા મજાના બાસમતી ચોખા, એમાં કાંકરા નાખીને પછી ખાવાના.
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એના જેવી વાત છે આ.
દાદાશ્રી : અણસમજણ જ છે ને ! જુઓ ને કેટલું બધું સુખ છે ઘેર, પણ જોયું કોઈના મોઢા ઉપર સુખ ! આ બહાર જઈએ તો કોઈના મોઢા ઉપર સુખ દેખાય છે ?
પ્રશ્નકર્તા : અહીંયા દેખાય છે, બહાર નથી દેખાતું.
દાદાશ્રી : અહીંયા દેખાય છે, અહીં તો મારી હાજરીમાં માયા બહાર જતી રહેલી હોય ને ! એટલે માયા વળગેલી જ ના હોય ને ! પણ બહાર સુખ દેખાતું નથી ને કોઈ જગ્યા પર !
પ્રશ્નકર્તા : અહીંયા તો બધાના મોંઢા ઉપર હાસ્ય હોય છે.
દાદાશ્રી : ... દિલ છે ને, તે દિલ બહાર છે તે આખું દિલ મુરઝાઈ ગયું છે. સાચો ધર્મ ના હોવાથી આ બધું થયું છે. ધર્મથી જ સંસાર સરસ ચાલે. છોકરાંઓ કેમ કેળવવા તે ધર્મથી સૂઝ પડે.
ક્વૉલિફાઈડ મા-બાપતા, કહ્યા પ્રમાણે ચાલે; દાદાઈ સ્કુલમેં સર્ટિફિકેટ પા લે!
પ્રશ્નકર્તા : “સર્ટિફાઈડ ફાધર-મધર'ની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : “અનૂસર્ટિફાઈડ' મા-બાપ એટલે પોતાનાં છોકરાં પોતાના કહ્યા પ્રમાણે ચાલે નહીં, પોતાનાં છોકરાં પોતાના ઉપર ભાવ રાખે નહીં, હેરાન કરે ! તે મા-બાપ ‘અનુસર્ટિફાઈડ' જ કહેવાય ને ?
પ્રશ્નકર્તા ઃ ક્વૉલિફાઈડ પેરેન્ટસ થવા માટેનું ક્વૉલિફિકેશન મળે ક્યાં ?