________________
પરે
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વાંધો ? અને કઢી વગર ન ચાલે એવું હોય, તો પછી સ્ટેજે પાણી નાખી દઈએ. ખારી થઈ એટલે, નહીં તો બેનને શાંતિથી એમ કહીએ, કે આ જરા કઢીમાં ફરી ઉપર પાણી-બાણી નાખી અને જરા ખાંડ-બાંડ નાખીને લાવને ! તો એ ફરી લાવે બિચારાં, પણ આમ કૂદાકૂદ શું કરવા કરો છો ?!
આ મોંઘા ભાવની કેરી લાવ્યો અને આ ગળે ઉતરશે નહીં. આ બઈને ય ગળે ના ઉતરે પછી. પછી બઈ ને છોકરાને, બધાને ભાવે ય ના આવે. તો કે’ આ પપ્પો ખાવા ય નહીં દેતો. છોકરાંએ સમજે !
એટલે મારે ત્યાં આ તો મને ક્યારે ખબર પડી આ પોલ, મારે ત્યાં પચાસ-સો છોકરાઓ આવ્યા બધાં. કોઈ બી.ઈ. થયેલા, કોઈ ડૉકટર થયેલા, એ બધા આવ્યા. મેં કહ્યું, ‘કેમ ભઈ તમે....' ત્યારે કહે, ‘દાદા, અમે તમારે ત્યાં જ રહીશું.’ કહે છે. મેં કહ્યું, ‘અમારે ત્યાં રહેવામાં વાંધો નથી, તમે લગ્ન કરી નાખો.’ કહ્યું. મોટી ઉંમરના થયા છો. ત્યારે કહે, ‘ના, લગ્નમાં અમને સુખ નથી લાગતું.’ કહે છે. અલ્યા, પૈણ્યા વગર પણ એમાં શી રીતે ખબર પડી તમને, લગ્નમાં સુખ નથી એવું ? ત્યારે કહે, “અમારા ફાધર-મધરનું સુખ જોયું અમે ! તે એમનું સુખ છે નહીં એવું અમે જોયું બધું.’
એટલે છોકરા બધા કંટાળી ગયા છે. ફાધર-મધર પૈણેલા છે, એમના સુખ જોઈ અને અમે કંટાળી ગયા છીએ, કહે છે. મેં કહ્યું, ‘કેમ ? શું જોયું ?” ત્યારે એ કહે રોજ કકળાટ. એટલે અમે જાણીએ કે પૈણવાથી દુ:ખ આવે છે. એવું પૈણવું નથી હવે અમને.
આ તો લોકોને જીવન જીવતા નથી આવડતું.
મા-બાપતું લગ્નજીવન જોઈ! પૈણવાની વૃત્તિ યુવાવર્ગે ખોઈ!
મુંઝવણો પરદેશમાં બાળકો માટે; બાળકો પણ મુંઝાય બે કલ્ચરોની વાટે!
પ્રશ્નકર્તા : બીજી શી અસર થાય છોકરાં ઉપર ?
દાદાશ્રી : બહુ જ બધી ખરાબ અસર પડે, છોકરાઓને. આ બધા બગડી ગયા એવું ના બોલાય એના સાંભળતાં. મનમાં સમજી જવાનું કે સાલું બગડી ગયું. આપણે બોલ્યા, કે સાંભળી લે છોકરાં બધું ય. અસરવાળું આ જગત, ઇફેક્ટિવ. આપણે જાણીએ કે આ શું સમજવાનું છે ?! પણ છોડવા-બોડવા બધું સમજે, એ લાગણીઓ પ્રદર્શિત ન કરી શકે, પણ સમજી જાય બધાં ય. તમે એ છોકરાંને કહો કે “કેવો સરસ તું દેખાઉં છું'. તો બીજા દહાડે સુંદર દેખાય. કેવું ઈફેક્ટિવ છે ! અને છોકરાની રૂબરૂ ‘તારામાં અક્કલ નથી” છોકરાં એમ જ સમજે કે “આ પપ્પો જ વાંકો છે’ કહેશે. માટે એટલે છોકરા જોડે તો સંસ્કાર સારામાં સારા દેખાવા જોઈએ. વાઈફ જોડે વઢો તો નહીં જ ! એને છોકરાંની રૂબરૂ વઢો તો નહીં જ બિલકુલે ય, એ ભલે એક વર્ષનો હોય છોકરો, પણ આંખથી દેખતો થયો છે, માટે લઢાય તો નહીં જ, બિલકુલે ય ! આ તો રોજ બાઝાબાઝ ! પેલાં ઈન્ડીયામાં તો નાનાં છોકરાં શું કહે છે, મમ્મી, પપ્પા, જય સચ્ચિદાનંદ !' એટલે પપ્પો બંધ થઈ જાય. સમજી જાય તરત. “સચ્ચિદાનંદ’ બોલે ને એટલે. કંઈક તો મનુષ્યપણું હોવું જોઈએ. હશે હવે જે થઈ ગયું તે થઈ ગયું.
પ્રશ્નકર્તા : આપે વાત કરી કે છોકરાંઓને તમારે સાચવવા, છોકરાંના દેખતા મા-બાપે ઝઘડા નહીં કરવા, હવે અહીંયા એવું થઈ ગયું છે કે છોકરાંઓ લગભગ બહાર જ હોય, ઘરમાં રહે એનાં કરતાં બહાર હોય, ઘરમાં હોય તો ટી.વી. ને વિડીયો બધું જોતા હોય અને અમુક ઉંમરના થાય. એટલે પછી છોકરાઓ લગભગ મા-બાપથી જુદા, છોકરીઓ સાથે બહાર રહેતાં થઈ ગયાં છે. હવે આપણા ઇન્ડિયન છોકરાઓને પણ હવે આવું થઈ ગયું છે, તો કે અત્યારે આવું છે તો પચાસ વર્ષ પછી શું થશે ? આપણું કલ્ચર રહેશે કે નહીં રહે એ લોકોમાં ?
દાદાશ્રી : અરે, પચાસ વર્ષની ચિંતા અત્યારે શું કરવા કરો છો, અત્યારે જે થયું એ સુધારોને-છોકરા સુધારવા હોય તો સુધરે હજુ, નહીં