________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૧
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : ઘરમાં સ્ત્રીઓનો સાચો ધર્મ ક્યો ? કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરૂષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટા કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધું સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ?
પ્રશ્નકર્તા : એ જવાબદારી....
દાદાશ્રી : હા.... આ જવાબદારી ! તેથી તો કાળાના ધોળા થઈ ગયાં બળ્યાં ! ઉપાધિને બળી આ તો બધી. એ તો પૈણ્યા પછી ખબર પડે; પહેલું તો બહુ મીઠું મીઠું લાગે. પછી વેગન ખેંચવાનું થાયને, ત્યારે ઈજીનને ખબર પડે બધું આ. પૈણ્યા પછી બધું ખબર પડે સંસારનું તો! પહેલા તો આમ ઝગમગાટ લાગ્યા કરે ! એને ય પૈણાવવો પડશેને હવે!
ધણી-બાળકોની સેવા કરતી; અણજાણે થાય પ્રભુની ભક્તિા
ફરજો બધી છે ફરજિયાત; નહિ તો ખાશો સહુની લાતા!
કેટલાક તો શું કરે છે ? ભગવાનની ભક્તિમાં તન્મયાકાર રહે અને છોકરાં દેખે ને ચીઢ ચઢે. જેમાં ભગવાન પ્રગટ થયાં એવાં છોકરાં દેખે ને ચીઢ ચઢે અને ત્યાં પેલા ભગવાનની ભક્તિ કર્યા કરે એનું નામ ભગત ! આ છોકરાં ઉપર ચીઢાવાતું હશે ? આ આમાં તો ભગવાન પ્રગટ છે.
પ્રશ્નકર્તા : છોકરાંને તો જંજાળ સમજે ને !
દાદાશ્રી : જંજાળ ! આ આખા જગતની માઓ, ખરાબમાં ખરાબ કામ કરનારી હોય, પણ છોકરાંને ખવડાવે છે. માટે એમને આ જગતમાં ખાવા-પીવાનું બધું મળે છે. છોકરાને, પોતાનો છોકરો માનીને ખવડાવે છે, પણ મહીં ભગવાન તરીકે છે એટલે એનું ફળ મળે છે આ. છોકરાનાં નામથી પણ ભગવાનની પૂજા કરે છે ને, તને સમજાયું ? મોહથી ય ભગવાનની પૂજા કરે છે ને. આ જગતમાં જીવમાત્રને ખાવાનું મળે છે એનું કારણ શું ? તો કે' પોતાના છોકરાનું પોષણ કરે છે એટલે. આ જીવમાત્ર એના પોતાના છોકરાનું પોષણ કરે છે, એની મા ધવડાવે છે ને, એટલે જ આ લોકોને ખાવાનું મળે છે. કારણકે એ તો ભગવાન છે. એ રીતે ભગવાનની ભક્તિ થઈ રહી છે. અંદર તો ભગવાન જ બેઠેલા છે ને ? આ કતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે. તેનાથી બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં ફરજનું પાલન ખરું ?
દાદાશ્રી : ફરજિયાત જ છે આખો. ફરજનું પાલન કરવાનું નથી, ફરજિયાત જ છે. વ્યવહાર જો તમે પાલન ના કરો તો આડોશી-પાડોશી કહેશે, ‘આ છોકરાની ફી નથી આપતા ? ફી આપો ને ! છોકરાં બિચારાં
ક્યાં જાય ?” ત્યારે આપણે તેમને કહીએ, ‘તમે અમારામાં ડખલ શું કરવા કરો છો ?” ત્યારે કહે, ‘ડખલ ના કરીએ, પણ છોકરાની ફી તો આપવી પડે ને !' એટલે ફરજિયાત છે આ. લોકો કહેતાં આવશે. હા, અને છોકરાને બહુ ધીબી નાખ્યો હોય ને, તો ય લોક કહેતાં આવશે.
પ્રશ્નકર્તા : આપણા બાળકો પ્રત્યે આપણી ફરજ તો ખરી ને ?
દાદાશ્રી : ફરજ બજાવવી. એ ફરજ બજાવવાથી કંઈ તમે એની ઉપર ઉપકાર કરો છો ?
એટલે ફરજિયાત છે. તમે ના કરો ને તો બધા કહેશે, ‘કઈ જાતના છો ? છોકરાને પૈણાવતા નથી કે ?” ત્યારે તમે કહો કે “મારી પાસે પૈસા નથી. ત્યારે લોક કહેશે, ‘વ્યાજે લાવીને પૈણાવો. છોકરાને પૈણાવો, મોટી ઉંમરનો થઈ ગયો હવે.” એટલે મારી-ઠોકીને તમારે કરવું પડશે. કંઈ ઉપકાર કરતા નથી. કેટલી ફરજો છે તમારે ? હા, જેટલી ફરજ છે ને, એ બધી ફરજિયાત છે.