________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ચીતરી રહ્યા છે. જે ફેરવી શકાય છે તે વિલ બાઉન્ડ છે. ઘણાં છોકરાં બાપની સામા થઈ જાય છે ત્યારે બાપ ગુસ્સે થાય છે અને બધું કહી બતાવે છે કે મેં તને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. અલ્યા, ફરજિયાત હતું. તારું મરજિયાત જે હોય તે કહી બતાવ ને ! ફરજિયાત જે બંધાયેલા છે આપણી જોડે આવવા માટે તેની માળા શું કરવા ગણું છું ?! મરજીયાતને ખોળી કાઢે.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કરો છો ?” કહેશે. એ તો ફરજિયાત છે, એમાં શું આપ્યું તમે. ફરજો બજાવતાં નથી, આ તો ફરજિયાત છે. સમભાવે નિકાલ કરો આ ફાઈલોનો, તો આબરૂ રહેશે, નહીં તો આબરૂ નહીં રહે. એટલે ફાધરથી એવો અહંકાર ના કરાય કે મેં તને ભણાવ્યો. કારણ કે આ ભણાવવું એ બધું ફરજિયાત છે.
સુખ આપ્યું તે ક્રિયા થઈ ફરજિયાત, આપવાનો ભાવ કર્યો, તે મરજિયાત!
ફરજિયાતમાં શીરપાવ શાતો? સમભાવે કર તિકાલ તો તું શાણો!
તમે કોઈ કામ મરજિયાત કરેલું ખરું ? પ્રશ્નકર્તા: નહીં. દાદાશ્રી : તો ફરજિયાત કરેલું ? ફરજિયાતનું ઈનામ હોય ? પ્રશ્નકર્તા : ના હોય.
દાદાશ્રી : હં. મરજિયાતનું ઈનામ હોય. એક ભઈ ફરજિયાતનું ઈનામ ખોળવા માંગતા હતા ! આખું જગત ઈનામ ખોળે છે ને કે “મેં આટલું આટલું કર્યું, તમને ભાન નથી, તમને ગુણ નથી મારો.” અલ્યા મૂઆ, શાનો ગુણને ખોળે છે, આ તો જે કર્યું, એ તો ફરજિયાત તેં કર્યું ! એક જણ છોકરાંની જોડે બોલતો હતો. કૂદાકૂદ કરતો હતો, હું વસ્યો પછી. પેલો કહેતો હતો, ‘દેવું કરીને મેં તને ભણાવ્યો. નહીં તો હું દેવું ના કરત તો તું શું ભણવાનો હતો, રખડી મરત.’ મૂઆ, શું કરવા બોલ બોલ કરે છે અમથો વગર કામનો ! એ તો ફરજિયાત છે, આવું બોલાય નહીં ! એટલે છોકરો ડાહ્યો છે ને ? તમને કોણે ભણાવ્યા એમ પૂછે તો શું કહું ? ગાંડું બોલે છે ને, લોકો ?! અભણ લોકો, સમજણ નહીં, ભાન વગરનાં. આ બાબતમાં ભાન નહીં. વૈજ્ઞાનિક બાબતમાં ભાન નહીં, આ સ્વાર્થમાં ભાન, બધે જ્યાં ને ત્યાં સ્વાર્થ આવડે એને. હવે એ સ્વાર્થ તે પરાર્થ છે પાછો.
મને ફી આપો છો, તો તમને કોણે આપી હતી ? એમાં શું નવાઈ
એક મોટા માણસ મને કહે છે, બધી જાતની ફરજો, મેં તો ઓફીસની ફરજો બધી... શું બજાવો છો તે કહીએ ? ફરજનો અર્થ શું સમજો છો ? ત્યારે કહે, ના, આપણે કરવું જ પડે ને, એ છૂટકો નહીં. કામ કરવું જોઈએ આપણે. મૂઆ શાથી કરો, કહું ? ડ્યુટી બાઉન્ડ નહીં ? ત્યારે કહે, હા, ડ્યુટી બાઉન્ડ, અલ્યા, તું અર્થ તો કર, ફરજીયાત એટલે ! શબ્દો ખોટાં નથી હોતાં ને ?! લોકોને સમજણ પડવી જોઈએ ને !
ફરજો બજાવેલી છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને તેમાં એનો પછી મનમાં એ માને કે ઘણી ફરજો બજાવી મેં ! સંતોષ લે ! અલ્યા, પણ શેનો સંતોષ, આ તો ફરજિયાત હતું ! કંઈ મરજિયાત શું કર્યું એ મને ખોળી લાવ ? આ તો બધું ફરજિયાત. નાહ્યા-ધોયા એ ફરજિયાત કર્યું કે મરજિયાત કર્યું ? શું શું મરજિયાત કર્યું છે તમે ?
પ્રશ્નકર્તા : શોધવું પડશે ! દાદા, પોતાનું સુખ બીજાને આપે છે, એ આમ તો ફરજિયાત કહેવાય ને ?
દાદાશ્રી : એ ફરજિયાત, આપી દીધું એટલે ફરજિયાત અને આપી દેવાનો ભાવ એ મરજિયાત છે. હા, તમે આ કઢી ખારી હોય તો એ શાંત ભાવે ચલાવી લેવી, એવો ભાવ છે તમારો. તે તમારું મરજિયાત છે, પણ ફરજિયાતમાં શું બન્યું કે ‘કટું ખારું છે' બોલી ઉઠ્યાં. એ ભાવ એટલે શું ? બીજ કહેવાય. એને ડું આવે ત્યારે ! આ પહેલાનું ડુંડું અત્યારે