________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩
૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ભણાવી ધંધે લગાડો એ ઘણું; ગાંઠ રાખી, રાખો વડીલપણું!
ટળ્યો રહે છે.' અલ્યા ભાઈ, પહેલાં આવું એના પક્ષમાં બોલતા હતા તે હવે ય એના પક્ષમાં બોલો છો ? પણ એ લોકન્યાય કહેવાય. આ સમજવા જેવું છે. બધા માર ખઈને પરાર્થ કરે છે અને તેને જરા ય ઉપકાર જેવું છે નહીં. છોકરાં ઉપકાર જો માનતા હોય કે મારા બાપે બહુ ઉપકાર કર્યો...
પ્રશ્નકર્તા : એ પણ નહીં માને. દાદાશ્રી : રામ તારી માયા.
પછી લોક કહે, હવે આટલો દાદાનો ધર્મ પામ્યા તો ય મહીં છોકરામાં ને છોકરામાં વૃત્તિઓ રહે છે. લોક આવું કહે, ત્યારે ના સમજીએ આપણે કે લોક ફર્યું છે. કાયદેસર કહે છે, નહીં તો કશું ય તમને કહે નહીં. હવે આપણે એને રાગે પાડી દીધો. તે પછી તમારે કશું એ છોકરો હકદાર છે નહીં. એટલે આપણે આપણી ચલાવી લેવી પડી. પૈસો બધું હોય તે ય આપણું એ ય છોકરાનું નહીં. એટલે છોકરા પ્રત્યેની ફરજો ક્યાં સુધી મેં કહી ? કહો.
પ્રશ્નકર્તા : એ ભણી રહે અને કમાતો થાય ત્યાં સુધી.
દાદાશ્રી : એ કમાતો થાય અને રાગે પડે ત્યાં સુધી આપણે જરા ધ્યાન દેવાનું. અને પછી એની પાસે જઈને વારે ઘડીએ જઈને, ‘તું ધંધો બરોબર સમો કરતો નથી.' એવું કહે કહે કરે તો શું થાય ? વહુ શું કહે ? કે “આ સસરા બહુ ખરાબ છે.' એવું અહીં આવીને અમને કહી જાય છે. છૂટાં રહીએ છીએ તો ય જંપીને રહેવા નથી દેતા. લે, તું તો છોકરાનું સમું કરવા ગયો ત્યારે વહુએ ઈનામ(!) આપ્યું ! તે પોતે એવો માર ખાય છે. છોકરો જ્યારે એમ કહે છે કે “હવે કશો વાંધો નહીં.” અલ્યા, તને મુક્ત કરે છે; તમને કેમ લાગે છે ? લોકો ય કહે કે ‘દાદાનું જ્ઞાન પામ્યા છો ને હવે છોકરાનું શું કામ વધારે કરો છો ?” લોક તો આમે ય કહે ને આમે ય કહે ! જો ફી ના આપતા હોય તો તેમે ય કહે. એટલે લોકનું માનવું પડે આપણે કેટલી છોકરાંની ફરજો તે આપણે સમજી લેવાની ! એ રાગે પડી ગયા પછી કહીએ, “અડચણ હોય તો અમને કાગળ લખી જણાવજે.' પછી એ ના કહે કે ‘હું બાપુજી બહુ ખુશી છું.” પછી મહીં સળી નહીં કરવી.
આપણી ગાંઠ આપણી પાસે મૂકી દેવી. ગાંઠને (મૂડીને) આપીએ કરીએ નહીં. નહીં તો આપ્યા પછી ‘આપ, આપ’ કરીએ તો એ પાછા ના આપે. પછી આપણે કહીએ કે ‘દસેક હજાર આપ જોઈએ, મને.’ ત્યારે એ કહેશે, “હું, મારે ભીડમાં અત્યારે ક્યાંથી આપું ?” ત્યારે આપીને હવે ડચકાં મારે છે ? અંધારી રાતે બળદીયા છોડીએ અને પછી “આવ આવ’ કરીએ તો આવે ? એ તો આપણી ગાંઠ આપણી પાસે મૂકી રાખવાની. અને એમને છોકરાને કહેવાનું કે ‘તમે તમારું ચલાવી લો. મારું ચાલશે.’ ગાંઠ મૂકી દેવાની.
પ્રશ્નકર્તા : તો એમાં આપણો સ્વાર્થ ન લાગે ?
દાદાશ્રી : વળી સ્વાર્થ ને પરમાર્થ ક્યાં જોવા ગયા તે ! આ સ્વાર્થ તો છે જ નહીં, નર્યો પરાર્થ છે. પારકાં હારું જીવી રહ્યા છે. પરાર્થ ! નથી પરમાર્થ, નથી સ્વાર્થ ! સ્વાર્થ તો કોનું નામ કહેવાય ? અમે ‘જ્ઞાની પુરૂષ સ્વાર્થી કહેવાઈએ. અને તમને બધાને સ્વાર્થી બનાવ્યા. તે આત્માર્થે જીવવું એનું નામ સ્વાર્થ ! “સ્વ” કોણ ? ‘આત્મા’ ! આ તો ‘ચંદુભાઈ’ને ‘હું કહે છે. અલ્યા, આ તો પરાર્થ ! સ્મશાનમાં એ ટાઈમે છોકરો નિરાંતે નાસ્તા-પાણી કરશે ! ને તમે જાણો કે છોકરાં આપણા હારું કંઈ કરશે, નહીં ?! ' અરે, આપણે એને બે લાખ રૂપિયા આપ્યા. પછી આપણે કહીએ, ‘એક દસેક હજાર કાલે જરા મારે પેલાને ત્યાં આપવાના છે, તે લાવ જોઈએ.’ ત્યારે કહેશે, ‘મારે ભીડમાં હાથ ઘાલશો નહીં. તમારે જોઈતા હોય તો સો-બસો લઈ જાવ. આપણે સમજી જાવ કે જય સચ્ચિદાનંદ. આવતે અવતાર તો હવે ભૂલું નહીં. મેં ગાંઠ વાળી દીધી, કહીએ. મેં તો ગાંઠો વાળેલી છે આ, તે ગાંઠો મને યાદ છે આ બધી. ફરી ભૂલવાનું હોય ? એક ફેરો “જય સચ્ચિદાનંદ' કહીને આપણે જાણીએ કે આ છેતરાયા એ છેતરાયા. બાકી હવે છેતરાવું નહીં. તમને કેમ લાગે છે ? છોકરાં પર એ બહુ રાખવાનું નહીં. એને અડચણ આવી હોય તો પછી આપણી પાસે