________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૫
૨૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
બીજે દહાડે બહાર ફરવા જવાનું કહેતો હોય ને, તો કહે, “આપણે પેલું બોલો, પેલું બોલો.' એવું કહે. ફરવા જવાનું રહેવા દે અને સંસ્કાર પડે.
સબુધ્ધિ આપો, જગતકલ્યાણ કરો.' આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને મા-બાપનું કર્મબંધન છૂટ્યું. બીજું છોકરાંને આ તમારે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' રોજ બોલાવવું જોઈએ. એટલા બધાં હિન્દુસ્તાનનાં છોકરાં સુધરી ગયા છે કે સિનેમામાં જતા નથી. પહેલું બે-ત્રણ દહાડા જરા વાંકાચૂકાં થાય, પણ પછી બેત્રણ દહાડા પછી રાગે પડ્યા પછી મહીં જો સ્વાદ ઉતર્યા પછી એ ઉલ્ટાં સંભારે.
પ્રશ્નકર્તા: ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું ?
દાદાશ્રી : આરતી કરીએ, એનું મહત્વ બીજું કંઈ નહીં, આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ, અહીં મારી હાજરીમાં જે મળે ને એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પણ પેલું તો આપણું ગોઠવણીવાળું. પણ તો ય આરતીનું ફળ બહુ ઊંચું મળશે, ઘરે કરશે તો ય. એટલે બધાએ ગોઠવી દીધેલું બધું. આખો દહાડો દૂષિત વાતાવરણ ઊભું ના થઈ જાય ને. નર્યા
ક્લેશના વાતાવરણવાળા ઘરો છે. હવે તેમાં આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો કંઈક છોકરાં, બધામાં ફેર પડી જાય. અને આરતીમાં છોકરાં-છોકરાં બધાં ઊભા રહે. એ છોકરાંનાં મન સારાં રહે પછી. અને અકળાયેલાં છોકરાં હોય ને, તે છોકરાંને શું ? આ તાપ, અકળામણ અને બહારનાં કુસંગ. તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આપણું આ છે ને, તે ઠંડક આપે, તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે. આ, બહુ સુંદર છે. કેટલાંક તો બે વખત કરે છે. સવારમાં ને સાંજે, બે વખત. છોકરાં ઊભાં રહે ને ? અને મોટાઓને
ક્લેશ ના થાય. નર્યું ક્લેશનું જ વાતાવરણ છે. અત્યારે તો ના ઊભો કરવો હોય, પૈસા હોય, બધું ય સાધન હોય, તેને ક્લેશ તો મહીં પેસી જ જાય. ટેબલ ખખડાવે, જમવા બેઠા પછી. ખખડાવે કે ના ખખડાવે ? તમે આમ કર્યું ને તમે આમ કર્યું, ચાલ્યું પછી. ના ચાલે ? એટલે કેટલાંકે ઘરમાં એવું નક્કી કરેલું કે આપણે જમ્યા પછી બધાં, બે છોકરાં-બૈરી અને ધણી બધાં સાથે બોલવું. આપણી ‘વિધિ-આરતી-અસીમ જય જયકાર હો' એ બધું. એટલે છોકરાં બધાં રેગ્યુલર થઈ જાય ને ! ડાહ્યાં થઈ જાય !