________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : એ જવાબદારી....
દાદાશ્રી : હા.... આ જવાબદારી ! તેથી તો કાળાના ધોળા થઈ ગયાં બળ્યાં ! ઉપાધિને બળી આ તો બધી. એ તો પૈણ્યા પછી ખબર પડે; પહેલું તો બહુ મીઠું મીઠું લાગે. પછી વેગન ખેંચવાનું થાય, ત્યારે ઈન્જનને ખબર પડે બધું આ. પૈણ્યા પછી બધું ખબર પડે સંસારનું તો! પહેલા તો આમ ઝગમગાટ લાગ્યા કરે ! એને ય પૈણાવવો પડશેને હવે!
કરો બધી છે ફરજિયાત; નહિ તો ખાશો સહતી લાત!
(૨).
ફરજિયાતમાં ગાવાનું શું?
વીત્યાં વરસો વેગત વેંઢારવામા; કાંદા-બટાકાના ભાવે વેચાવામાં!
દાદાશ્રી : કેટલી ઉંમર થઈ તમારી ? પ્રશ્નકર્તા : પચાસ.
દાદાશ્રી : હવે સો વર્ષનું આયુષ્ય, તેમાં પચાસ તો, અડધાં તો વપરાઈ ગયાં, અડધાં રહ્યાં હવે. અને (દિકરાને) તારે તો બધાં બહુ, બાકી સિલક એટલે તારે પપ્પાજીને રાજી રાખવા. સિલકમાં પચાસ તો વપરાઈ ગયાં. તે પૂછયું નહીં કે શેમાં વાપરી ખાધાં, પપ્પાજી ?
પ્રશ્નકર્તા : નથી પૂછયું. દાદાશ્રી : એ શેમાં વાપરી ખાધાં હશે એટલાં બધાં ? પ્રશ્નકર્તા : મોટા કરવામાં. દાદાશ્રી : આ નાનાથી મોટા કરવામાં ?!
પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં ફરજનું પાલન ખરું ?
દાદાશ્રી : ફરજિયાત જ છે આખો. ફરજનું પાલન કરવાનું નથી, ફરજિયાત જ છે. વ્યવહાર જો તમે પાલન ના કરો તો આડોશી-પાડોશી કહેશે, ‘આ છોકરાની ફી નથી આપતા ? ફી આપો ને ! છોકરાં બિચારાં
ક્યાં જાય ?” ત્યારે આપણે તેમને કહીએ, ‘તમે અમારામાં ડખલ શું કરવા કરો છો ?' ત્યારે કહે, ‘ડખલ ના કરીએ, પણ છોકરાની ફી તો આપવી પડે ને !' એટલે ફરજિયાત છે આ. લોકો કહેતાં આવશે. હા, અને છોકરાને બહુ ધીબી નાખ્યો હોય ને, તો ય લોક કહેતાં આવશે.
પ્રશ્નકર્તા : આપણા બાળકો પ્રત્યે આપણી ફરજ તો ખરી ને ?
દાદાશ્રી : ફરજ બજાવવી. એ ફરજ બજાવવાથી કંઈ તમે એની ઉપર ઉપકાર કરો છો ?
એટલે ફરજિયાત છે. તમે ના કરો ને તો બધા કહેશે, ‘કઈ જાતના છો ? છોકરાને પૈણાવતા નથી કે ?” ત્યારે તમે કહો કે “મારી પાસે પૈસા નથી.” ત્યારે લોક કહેશે, ‘વ્યાજે લાવીને પૈણાવો. છોકરાને પૈણાવો, મોટી ઉંમરનો થઈ ગયો હવે.’ એટલે મારી-ઠોકીને તમારે કરવું પડશે. કંઈ ઉપકાર કરતા નથી. કેટલી ફરજો છે તમારે ? હા, જેટલી ફરજ છે ને, એ બધી ફરજિયાત છે.