________________
(xy)
XXIV
श्रीकुमारविहारशतकम्
થાય તો એક આયંબિલ કરતા, કાયાથી શીયળનો ભંગ થાય તો એકાસણુ કરતા. પરનારીને માતા-બેન સમાન માનતા હતા. ભોપલદેવી વગેરે આઠ રાણીઓનું મૃત્યુ થયા બાદ પ્રધાનાદિનો આગ્રહ હોવા છતાં રાજાએ વિવાહ ન કર્યો. આ નિયમનું આજીવન પાલન કર્યું. આરતી માટે ભોપલદેવીની સોનાની મૂર્તિ બનાવડાવી. પંચમવ્રતની આરાધના - પાંચમાં વ્રતમાં
૬ કરોડ સોનુ, ૮ કરોડ ચાંદી, ૧૦૦ તોલા પ્રમાણ બહુમૂલ્યવાન રત્ન, ૩૨,૦૦૦ મણ ઘી, ૩ર,૦૦૦ મણ તેલ, લાખ મૂડક ચોખા, ચણા, જુવાર, મગ વગેરે ધાન્ય રાખ્યા,
૫ લાખ ઘોડા, ૫ હજાર હાથી, ૫૦ ઉંટ, પ૦ ઘર, ૫૦૦ દુકાન, ૫૦ સભાગૃહ, ૫૦૦ પાનપાત્ર, ૫૦ ગાડા વગેરે રાખ્યા.
૧,૧૦ હાથી, ૫૦,૦૦૦ રથ, ૧૧ લાખ ઘોડા, ૧૮ લાખ સેના રાખી. છઠ્ઠી વ્રતની આરાધના -
ચોમાસામાં પાટણની હદની બહાર નહોતા જતા. સાતમા વ્રતની આરાધના -
દારૂ, માંસ, મધ ભક્ષણનો ત્યાગ કર્યો હતો. બહુબીજ ફળ, ઉદુંબર ફળ, અભક્ષ્ય અનંતકાયનો ત્યાગ કર્યો હતો. ભગવાનની પૂજામાં વાપર્યા વિના નવા વસ્ત્ર, ફળ, આહાર વગેરેનું ગ્રહણ કરતા ન હતા. સચિત વસ્તુમાં એક દિવસમાં એક જ જાતિનું પાન અને તેના પણ ૮ જ બીડા વાપરતા હતા. રાત્રીભોજનનો ત્યાગ કરતા હતા. ચોમાસામાં માત્ર એક ઘી વિગઈ વાપરતા હતા, શેષ વિગઈઓનો ત્યાગ કરતા હતા.