________________
श्रीकुमारविहारशतकम्
...
૫૯
अवचूर्णि :- यत्र वातघातै: कंप्राणां हरितां महदपि चक्रवालं समंतादक्रमेण आक्रामति प्रवरमरकतस्तंभधाम्नां प्रताने तृणकवलतृषा कृच्छ्राच्चंद्र आकृष्य द्वारवेदीं प्रपन्नः कंठीरवेभ्यः त्रस्यन् कुरंगः सुदृशां हास्यं प्रथयति । कंप्राणां कंपनशीलानां । मरकतस्तंभधाम्नां नीलमणिस्तंभरुचीनां प्रताने समूहे। हरितां नीलतृणानां (दिशां) चक्रवालं समूहं आक्रामति व्याप्नुवति सति । तृणकवलतृषा हरितग्रासतृषया तृतीया । प्रतिबिंबच्छलेन चंद्रं आकृष्य દ્વારાઝિર પ્રાપ્ત: | ઝીરવેભ્યઃ સિંહેમ્યઃ ત્રસ્યન્ । રનો મુનઃ ||કી
-
ભાવાર્થ - વાયુના આઘાતથી કંપાયમાન થયેલી દિશાઓના મોટા સમૂહને શ્રેષ્ઠ એવા મરકતમણિના સ્તંભના તેજનો સમૂહ ચારે તરફ ક્રમ વિના આક્રાંત થવાથી ચંદ્રની અંદર રહેલો મૃગ ઘાસના કોળીયા લેવાની તૃષ્ણાથી ચંદ્રને મુશ્કેલીથી ખેંચી ધારવેદી ઉપર આવે છે, પણ ત્યાં રહેલા સિંહોની પ્રતિમાથી ત્રાસ પામે છે, તેથી જ્યાં સ્ત્રીઓને હાસ્ય ઉત્પન્ન કરે છે. ૫૨
વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકાર એક નવી જ કલ્પના કરે છે. એ ચૈત્યની અંદર મરકતમણિઓ એટલા બધા જડેલા છે, કે, તેઓનું તેજ પવનના આઘાતથી કંપાયમાન લાગતી એવી દિશાઓમાં ચારે તરફ પ્રસરે છે. મરકતમણિ લીલા હોવાથી ચંદ્રની અંદર રહેલ મૃગ તેને ઘાસ ધારીને ખાવાની તૃષ્ણાથી ચંદ્રને ખેંચી ત્યાં જાય છે, પણ તે સ્થળે રહેલી સિંહની પ્રતિમાથી તે મૃગ ત્રાસ પામે છે, આ દેખાવ જોઈ ત્યાં આવેલી સ્ત્રીઓને હાસ્ય ઉત્પન્ન થાય છે. આ ઉપરથી તે ચૈત્ય ચંદ્રના મંડલ સુધી ઉંચું છે અને તેની અંદર મરકતમણિઓ ઘણા છે એમ દર્શાવ્યું છે. પર
...