________________
श्रीकुमारविहारशतकम्
પ્રમાણેની શેષનાગને વિનંતિ કરવાની ઈચ્છવાલા કૂર્મરાજે (કાચબાએ) જે પ્રાસાદમાં ભગવંતની પાસે રહેલી પુતળીઓને બહાને પોતાના અંતઃપુરની સ્ત્રીઓને મોકલી હોય, તેમ દેખાય છે. ૭૯
...
૮૯
વિશેષાર્થ - આ પૃથ્વી નીચે શેષનાગ અને કૂર્મ રહે છે. એવી લૌકિક વાર્તા છે, તે ઉપર કવિ અલંકારિક ભાષામાં કહે છે કે, કુમારવિહાર ચૈત્યની શોભા જોવાની કૂર્મને ઈચ્છા થઈ એટલે તેણે તે ચૈત્યમાં ટારૂપે રહેલા શેષનાગને પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ કે, ‘હે ભાઈ, તું પૃથ્વીનો ભાર વહન કર એટલે હું કુમારવિહાર ચૈત્યની શોભા જોઈ મારા જન્મને સફળ કરૂં. આવી માગણી કરવાને કાચબાએ પોતાના અંતઃપુરની સ્ત્રીઓને પ્રેરણા કરી. તે સ્ત્રીઓ પ્રભુની પાસે રહેલી પુતળીઓને બહાને આવેલી છે, એમ ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે. તે ઉપરથી તે ચૈત્યની અદ્ભુત શોભા છે, એવો ધ્વનિ થાય છે. અને ત્યાં રહેલી પુતળીઓ અંતઃપુરની સ્ત્રીઓના જેવી દેખાય છે, એમ પણ સૂચવ્યું છે. ૭૯
अन्योन्यस्य प्रणोदप्रलुलितवसनाकल्पमाल्यांगरागः साबाधं यस्य सर्वो विचरति विपुलायामवत्यां पृथिव्याम्' । अन्यस्त्रीगात्रयष्टिप्रणयभयवशाद्दूरतस्त्यक्तमार्गाः
श्राद्धैर्लोकैरबाधं कुवलयनयनाः
केवलं संचरंति ॥८०॥
अवचूर्णि :- यस्य प्रासादस्य विपुलायामवत्यां पृथिव्यां अन्योन्यस्य प्रणोदप्रलुलितवसनाकल्पमाल्यांगरागः सर्वो जनः साबाधं संचरति श्राद्धैः ' लोकैरन्यस्त्रीगात्रयष्टिप्रणयभयवशाद्दूरतस्त्यक्तमार्गाः केवलं परं कुवलयनयनाः अबाधं यथा स्यात्तथा संचरंति । परस्त्रीगात्रस्य प्रणयः समाश्लेषस्तस्य भयं
A जगत्याम् ।
...