________________
श्रीकुमारविहारशतकम्
अवचूर्णि:- यत्र प्रासादे आलेख्यसभासु क्वचिदेकत्र भित्तौ शिल्पकृतिनां चित्ररचना सौभाग्यसंपादनासंरंभः फलं एति । पुनः सांमुख्यं भजतां मणिशिलाव्यासंगरंगत्त्विषां भित्त्यंतराणामपि बिंबोल्लासवशेन चित्रघटना भवेत् । शिल्पं चित्रं तस्मिनकृतिनश्चतुराः चित्रकरा इत्यर्थः । सांमुख्यं संमुखत्वं । रत्नशिलानां व्यासंगः संगस्तेन रंगत्यःचलंत्यस्त्विषः कांतयो येषां। भित्त्यंतराणां अन्यासां भित्तीनां । अन्या भित्तयो भित्त्यंतराणि ॥९३॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલી ચિત્રશાલાઓને વિષે કોઈ એક ભિંતની અંદર ચિત્રકારોના સૌભાગ્ય સંપાદનનો સરંભ ફળને પ્રાપ્ત કરે છે, તેની સન્મુખ આવેલી બીજી ભીંતો કે જેમની કાંતિઓ રત્નમય શિલાઓના સંગને લઈને ચલાયમાન થયેલી છે, તે પેલી ભીંતના પ્રતિબિંબના ઉલ્લાસને લીધે તેમની અંદર પણ એવા જ ચિત્રની ઘટના થઈ જાય છે. ૯૩
' વિશેષાર્થ - ગ્રંથકાર હવે તે ચૈત્યની ચિત્રશાળાનું વર્ણન કરે છે. તે ચૈત્યની અંદર આવેલી ચિત્રશાળાઓમાં કોઈ ભીંત ઉપર ચિત્રકારોએ પોતાની કારીગરીથી કોઈ એવાં સુંદર ચિત્રો રચેલાં છે કે જે તેવાં ચિત્રો બીજી ભીંતો ઉપર થઈ શક્યાં નથી, પરંતુ રત્નમય શિલાઓના સંગને લઈને તેમની કાંતિઓમાં પેલી સુંદર ચિત્રવાળી ભીંતનું પ્રતિબિંબ પડે છે, તેથી બીજી ભીંતોની અંદર પણ તેવી જ ચિત્રઘટના દેખાય છે. ૯૩
भेरीभांकारपूरप्रणयमुकुरितो घोरघोरैः प्रसर्पन् घंटाटंकारघोषैः प्रतिनदितघनैर्लभितो मांसलत्वम् ।