Book Title: Kumarvihar Shatakam
Author(s): Ramchandragani, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 167
________________ श्रीकुमारविहारशतकम् તેના હૃદયમાં નિર્વેદ – વૈરાગ્ય ઉત્પન્ન થયેલો દેખાય છે. આ ઉપરથી તે ચૈત્યમાં ઉત્સવોને વિષે સંગીત, નાટક અને સ્નાત્રવિધિ ભારે આડંબરથી થતા હતા, એમ દર્શાવ્યું છે. ૧૦૯ व्यालैर्बालान्गजेंद्रैः कपिकरभरथैाम्यसार्थांश्चरित्रैः श्रद्धालून् देवतानां नृपतिमृगदृशो वासवांतःपुरीभिः । नानानाट्यैर्नटौघान् मरुदसुरभवैः संगरैर्वीरवर्गानेकाकिन्येव लोकांस्तरलयति मुहुर्यत्र चित्रस्य संसत् ॥११०॥ अवचूर्णि:- यत्र प्रासादे चित्रस्य एकाकिनी एव संसत् सभा मुहुः वारंवारं व्यालैः दुष्टैः गजेंद्रेः बालान् कपिकरभरथैः ग्राम्यसार्थान् देवतानां चरित्रैः श्रद्धालून् भव्यान् वासवांतःपुरीभिरिंद्राणीभिः नृपतिमृगदृशः नानानाट्यैः नटौघान् मरुदसुरभवैः संगरैः संग्रामैः वीरवर्गान् लोकांस्तरलयति उत्सुकयति । कपयो वानराः । करभा उष्ट्राः ॥११०॥ ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલી ચિત્રશાળા એકલી જ વારંવાર લોકોને ચપળ કરે છે. દુષ્ટ હાથીઓથી બાળકોને, વાનર, ઉટ અને રથોથી ગામડીયા લોકોના સમૂહને, દેવતાઓનાં ચરિત્રોથી શ્રદ્ધાળુ-આસ્તિક લોકોને, ઈંદ્રાણીઓથી રાજાઓની રાણીઓને, વિવિધ જાતનાં નાટકોથી નટલોકોના સમૂહને અને દેવ અને અસુરોને સંગ્રામોથી વીર નરોને ચપળ કરે છે. ૧૧૦ ' વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકારે કુમારવિહાર ચૈત્યની ચિત્રશાળાનું વર્ણન કરી બતાવ્યું છે. તે ચિત્રશાળામાં એવાં સુંદર અને ચિત્તાકર્ષક ચિત્રો હતાં કે જે આબેહૂબ લાગવાથી જુદા જુદા પ્રેક્ષકોના મન ઉપર જુદી જુદી અસર કરતાં હતાં. ઉન્મત હાથીનાં ચિત્રો જોઈ

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176