________________
श्रीकुमारविहारशतकम्
हविशेषणं । 'कपोतपाली विटंकः' इति नाममाला तेन लीढं व्याप्त वियत् आकाशं येन तत् ॥१९॥
ભાવાર્થ – ઉચા વિટંકથી* આકાશને વ્યાપ્ત કરી રહેલા જે ચૈત્યની સુંદર શોભા જોવાને ઉચી ડોક કરી આદરવાળી દષ્ટિઓને ધારણ કરતા નગરના લોકો એક બીજાને ન જોઈ શકવાથી અને પરસ્પર છાતીઓના સંઘટ્ટને લઈને કોધ ઉત્પન્ન થવાને લીધે રાજમાર્ગની અંદર તેમનો કોલાહલ નિરંતર થયા કરે છે. ૯૯
વિશેષાર્થ - જાહેર રસ્તાની અંદર ચાલતા લોકો ઉચી ડોકે કરી કુમારવિહાર ચૈત્યની શોભાને જોતાં પરસ્પર જોઈ શકતા નથી, તેમ વળી પરસ્પર છાતીઓના દબાવાથી તેમને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી લોકોનો મોટો કોલાહલ થઈ પડે છે. આથી ચૈત્યની સુંદર શોભાનો ઉત્કર્ષ ગ્રંથકારે દર્શાવ્યો છે. ૯૯
दिक्चक्रचुंबिभिरुदंशुशशांककांतभित्तित्विषां पिहितपीठतले प्रतानैः । व्योमस्थमेतदिति बुद्धिरुदेति यत्र देशांतरादुपयतः सततं जनस्य ॥१००॥
अवचूर्णिः- उदंशुशशांककांतभित्तित्विषां दिक्चक्रचुंबिभिः प्रतानैः समूहै: पिहितपीठतले यत्र प्रासादे देशांतरादुपयतः आगच्छतो जनस्य व्योमस्थं आकाशस्थमेतत् इति बुद्धिः सततमुदेति उत्पद्यते । पिहितं आच्छादितं पीठतलं थडाबंधो यस्य तस्मिन् प्रासादविशेषणम् ॥१०॥
* વિટંક શબ્દનો અર્થ છત્ત થાય છે, જેની ઉપર પારેવાઓ બેસે છે તે. તેનું બીજું નામ “કપોતપાલી' કહેવાય છે.