________________
श्रीकुमारविहारशतकम्
एणांकांशुनिभा प्रभां 'जवनिकाभ्रांत्योत्तरंगोद्भवा - मुत्क्षिप्य प्रविशंति यत्र सरलस्वांता जनाः केचन । केचिद्रूप्यकपाटसंपुटपरीरोधावबोधाकुलाः द्वारोद्घाटनिमित्तमंतिकगतं याचंति देवार्चकम् ॥१०४॥ ___ अवचूर्णिः- यत्र प्रासादे एणांकांशुनिभां उत्तरंगोद्भवां प्रभां जवनिकाभ्रांत्या उत्क्षिप्य सरलस्वांताः केचन जनाः प्रविशंति । रूप्यकपाटसंपुटपरीरोधावबोधाकुलाः केचिद् द्वारोद्घाटनिमित्तं अंतिकगतं देवार्च याचंति । सरलं ऋजु स्वांतं मनो येषां । कपाटानां संपुटं योजनं दानं वा तेन परीरोधः स्खलनं तस्य अवबोधो ज्ञानं तेन आकुलाः ॥१०४||
ભાવાર્થ - જે ચૈત્યની અંદર કેટલાએક સરળ હૃદયવાળા લોકો ચંદ્રના કિરણોના જેવી દ્વારના ઉપરના ભાગના મણિઓની કાંતિને પડદાની ભ્રાંતિથી ઉંચી કરી તેમાં પ્રવેશ કરે છે અને કેટલાએક તેને ‘રૂપાનાં કમાડ વાસી અટકાયત કરી છે” એમ જાણી આકુળ-વ્યાકુળ થઈ દ્વાર ઉઘાડવાને માટે પાસે રહેલા પૂજારી (ગોઠી) ને વિનવે છે. ૧૦૪
વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકારે ભ્રાંતિમાનું અલંકારથી ચૈત્યના દ્વારની શોભા વર્ણવેલી છે. ચૈત્યના દ્વારના ઉપરના ભાગની ચંદ્રના કિરણોના જેવી રૂપેરી કાંતિ પડે છે, તેને કેટલાએક ભોળા દિલના લોકો “આ પડદો છે એવું ધારી તેને ઉચે કરી અંદર પ્રવેશ કરે છે. અને કેટલાએક લોકો “આ દ્વારનાં રૂપેરી કમાડ બંધ કરી અટકાયત કરી છે એવું જાણી અંદર જવાને આકુળ-વ્યાકુળ થઈ દ્વાર ઉઘાડવાને માટે ગોઠીને વિનંતિ કરે છે. ૧૦૪
, ૨ A – ચમ |