________________
श्रीकुमारविहारशतकम्
अन्योन्याश्लेषिवक्षःस्थलनिबिडहतित्रुट्यदुत्कृष्टमुक्ताप्रालंबभ्रष्टरोचिःस्फुटमणिपटलीशर्करादंतुरायां । यद्भूमौ पादवेधव्यसनपरिचयादुल्लसंतो व्रजंतः कुर्वंतीवांगभाजः प्रतिपदपतनं तांडवाडंबराणि ॥८२॥ ___अवचूर्णिः- अन्योन्याश्लेषिवक्षःस्थलनिबिडहतित्रुट्य-दुत्कृष्टमुक्ताप्रालंबभ्रष्टरोचिःस्फुटमणिपटलीशर्करादंतुरायां यद्भूमौ पादवेधव्यसनपरिचयात् प्रतिपदपतनं यथा स्यात्तथा उल्लसंतः व्रजंतोंऽगभाजः प्राणिनः तांडवाडंबराणि कुर्वंति इव । शर्कराः कर्करास्तैः दंतुरायां विषमायां । तांडवं नाट्यं । मुक्ताप्रालंबो मुक्ताहारः । प्रतिपदपतनं पादपतनं ।।८२॥ | ભાવાર્થ - પરસ્પર ભીંસાતા વક્ષસ્થલના ઘાટા પ્રહારથી તુટી જતા મોટા મોતીઓના હારોમાંથી પડી ગયેલા અને કાંતિથી સ્પષ્ટ દેખાતા મણિઓના સમૂહના કાંકરાથી કાંકરીયાળી થયેલી જે ચૈત્યની ભૂમિને વિષે પગને વીંધાવાના દુઃખના પરિચયથી ઉછળતા ચાલતા એવા લોકો પગલે પગલે પડી જાણે નૃત્યના આડંબર કરતા હોય તેવા દેખાય છે. ૮૨
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યના દર્શનાદિકમાં લોકોની એટલી બધી ભીડ થાય છે કે, તે લોકોની છાતીઓ અથડાવાથી ધારણ કરેલા મોતીઓના હારોમાંથી જડેલા મણિઓ પડી જાય છે અને તેથી ત્યાંની ભૂમિ કાંકરીઆળી થતાં તે ઉપર ચાલતા લોકોના પગ વીંધાય છે અને હંમેશાની તે પીડાના પરિચયથી તે લોકો ઉછળતા ચાલે છે, એટલે જાણે તેઓ નૃત્ય કરી નાટક કરતા હોય તેવા દેખાય છે. આ ઉપરથી ગ્રંથકારે ચૈત્યના ઉત્સવોનું દર્શન તથા માહાભ્ય દર્શાવ્યું છે. દર
8 A,B – નાટમ્ |