________________
श्रीकुमारविहारशतकम्
आकीर्णा स्वर्णकुंभैः शशिमणिशिखरोद्गीर्णरोचिःसवंतीव्यालोक्य व्योमगंगामिव कनकपयोजन्मराजीविभूषाम् । स्थित्वा स्थित्वा व्रजद्भिर्जलकनकधिया सप्तिभिर्नीयमानो यन्मूर्ध्नि स्थानलीलां रचयति तरणेर्दीर्घकालं पताकी ॥५३॥ ____ अवचूर्णिः- यन्मूर्ध्नि स्वर्णकुंभैः आकीर्णां शशिमणिशिखरोद्गीर्णरोचिःसवंती कनकपयोजन्मराजीविभूषां व्योमगंगामिव व्यालोक्य जलकनकधिया स्थित्वा स्थित्वा व्रजभिः सप्तिभिः नीयमानः तरणेः सूर्यस्य पताकी रथः दीर्घकालं स्थानलीलां कथयति । आकीर्णां व्याप्तां । चंद्रकांतशिखरादुद्गीर्णा निर्गता या रोचिषः कात्यः ता एव सवंती नदी तां । कलशानां कमलोपमानं कांतेर्जलोपमानं । सप्तयस्तुरगाः रवितुरंगाणां कनककमलाहारत्वादेवमुक्तिः ॥५३॥
ભાવાર્થ - સુવર્ણના કમલોની શ્રેણીરૂપ આભૂષણવાલી જાણે આકાશ ગંગા હોય તેવી સુવર્ણના કુંભોથી વાત એવી ચંદ્રકાંત મણિઓના અગ્રભાગમાંથી નીકળતી કાંતિરૂપ નદીને જોઈ જેના ઘોડાઓ જલકનકની બુદ્ધિથી ઉભા રહેતા જાય છે. તેવા ઘોડાઓએ વહન કરેલો સૂર્યનો રથ જે ચૈત્યના મસ્તક ઉપર લાંબા વખત સુધી સ્થાનની લીલા રચે છે અર્થાત્ ઘણો કાલ ઉભો રહે છે. ૫૩
વિશેષાર્થ - તે ચૈત્યની ઉપર સૂર્યનો રથ જ્યારે આવે છે, ત્યારે તે સ્થળે તે ઘણીવાર ઉભો રહે છે, કારણકે, તેના શિખર ઉપર સુવર્ણના કલશો ઘણા છે, અને તેમાં ચંદ્રકાંત મણિઓમાંથી કાંતિના પ્રવાહ ઝર્યા કરે છે, એટલે તે દેખાવ સુવર્ણના કમલવાળી આકાશ ગંગાના જેવો થાય છે. તે જઈ સૂર્યના રથના ઘોડાઓ જલકનકની બુદ્ધિથી ઉભા રહી જાય છે એટલે તે રથ તે સ્થળે લાંબો કાળ ટકી રહે છે. આથી પણ ચૈત્યની અતિ ઉન્નતિ દર્શાવી છે. પ૩