________________
श्रीकुमारविहारशतकम्
...
વિશેષાર્થ - તે ચૈત્યમાં નૃત્ય કરવાને વારાંગનાઓ આવે છે. તેઓ ત્યાં જડેલા નીલમણિને જોઈ તેમને અંધકારના જેવો દેખાવ લાગે છે, એટલે તેઓ આગળ હાથને ભમાવે છે. કોઈ ઠેકાણે સ્ફટિકમણિ આવે એટલે ત્યાં દીવાલના ભ્રમથી તેની સાથે તેઓ હાથ દબાવે છે. કોઈ ઠેકાણે પોતાનું પ્રતિબિંબ પડવાથી તેમને કોઈ બીજા માણસનો ભય લાગે છે એટલે તેઓ ફાલ આપી તે ભાગ ઉલ્લંઘન કરી ચાલી જાય છે, તેઓ પાસે રહેલા વિટ પુરૂષોને હાસ્ય ઉત્પન્ન કરે છે. આ ઉપરથી તે ચૈત્યમાં નીલમણિ અને સ્ફટિકમણિની વિશેષ શોભા દર્શાવી છે. ૫૮
૬૬
बद्धावासस्य यत्र त्रिजगदधिपतेः पार्श्वनाथस्य पाथ:कुंभैः श्राद्धाः शशांकोपलरजतमयैर्मज्जनं कल्पयंतः । पश्यंतः कुंभगर्भाद्युतिममृतसितां धारया देवमौलौ भूयो भूयः पतंतीं न सलिलविरहेऽप्यावहंते विरामम् ॥५९॥
अवचूर्णि :- यत्र प्रासादे बद्धावासस्य त्रिजगदधिपतेः श्रीपार्श्वनाथस्य शशांकोपलरजतमयैः पाथः कुंभैर्मज्जनं कल्पयंतः कुंभगर्भादमृतसितां द्युतिं देवमौलौ धारया भूयो भूयः पतंतीं पश्यंतः श्राद्धाः सलिलविरहेऽपि विरामं न आवहंते उहटनं न कुर्वंति । बद्धावासस्य कृतावासस्य ॥५९॥
-
ભાવાર્થ - જે ચૈત્યમાં વાસ કરીને રહેલા એવા ત્રણ જગન્ના અધિપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને શ્રાવકો ચંદ્રકાંતમણિના અને રૂપાના જલના કલશોથી સ્નાત્ર કરાવે છે તે વખતે તે કલશની અંદરથી અમૃતના જેવી ઉજ્વલ કાંતિ પ્રભુના મસ્તક ઉપર ધારાથી વારંવાર પડે છે, તે જોઈ જળ વિના પણ તેઓ સ્નાત્ર કરવાથી વિરામ પામતા નથી. ૫૯
...