________________
श्रीकुमारविहारशतकम्
ભાવાર્થ - જે ચૈત્ય પોતાના અંસ-ઉપરના ભાગમાં મોટા દંડને ધારણ કરે છે, તે જાણે સેંકડો ભવે કરેલા તીવ્ર તપથી પામવા યોગ્ય એવા દેવલોકના ઉપભોગને જિનભગવંતના ચરણની સ્તુતિ કરવામાં તત્પર હૃદયવાળા શ્રદ્ધાળુ પુરૂષોને મનુષ્યપણામાં પણ પ્રાપ્ત કરાવવા સ્વર્ગની સંપત્તિઓનું બલાત્કારે હરણ કરવાને આકાશ પીઠ ઉપર આરૂઢ થયેલા ઉંચા બાહુતંભ હોય તેવા તે દેખાય છે. ૫૧
વિશેષાર્થ – જેમ કોઈ માણસ બીજાની સંપત્તિ બલાત્કારે હરવાને ખભા ઉપર દંડ લઈ તૈયાર થાય છે, તેમ આ ચૈત્યના ઉપરના ભાગમાં આવેલા દંડ ઉપર કવિ તેવી જ ઉàક્ષા કરે છે. તે ચૈત્યની ઉપર ઉચા રહેલા દંડો જાણે પ્રભુના ચરણની સ્તુતિ કરનારા ભાવિક ભક્તોને માટે સ્વર્ગની સંપત્તિનું બલાત્કારે હરણ કરવાને ઉચા બાહુતંભ હોય તેવા દેખાય છે. દેવલોકના ઉપભોગ સેકડો ભવે કરેલા તીવ્ર તપથી પામવા યોગ્ય છે, તેવા ઉપભોગ મનુષ્યપણામાં મેળવવાને માટે બલાત્કાર કરવાની જરૂર છે. કહેવાનો આશય એવો છે કે, તે ચૈત્ય પોતાની અંદર બિરાજમાન એવા પાર્શ્વનાથ પ્રભુના ચરણની સ્તુતિ કરનારા મનુષ્યોને માટે સ્વર્ગની સંપત્તિના ઉપભોગનું બલાત્કારે હરણ કરવા પોતાના ખભા ઉપર દંડ રાખી હાથ ઉચા કરેલા છે. ૫૧
कंप्राणां वातघातैर्महदपि हरितां चक्रवालं समंतादाक्रामत्यक्रमेण प्रवरमरकतस्तंभधाम्नां प्रताने । कृच्छ्रादाकृष्य चंद्रं तृणकवलतृषा द्वारवेदी प्रपन्नस्त्रस्यन् कंठीरवेभ्यः प्रथयति सुदृशां यत्र हास्यं कुरंगः ॥५२॥