________________
श्रीकुमारविहारशतकम्
સાસૂઓની ઉંચી નીચી વાણીઓથી તેમનાં મન ઉત્પન્ન થયેલા શોકથી ગ્લાન થયેલાં હોય છે, તે છતાં પણ તેઓ પાછી ફરીથી તે જોવાને આવે છે. ૫૦
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યમાં હંમેશાં નૃત્ય, ગીત અને વાજિંત્રોનો અખેડો મચ્યો રહે છે, તે વિષે કવિ યુક્તિથી વર્ણન કરે છે. તે ચૈત્યની પડોશમાં નગરના બ્રાહ્મણ વગેરેની પ્રથમ વયની વધૂઓ રહે છે. તેઓ તે નૃત્ય, ગીત અને વાજિંત્રોને જોવામાં એવી તલ્લીન બની રહે છે, કે તેઓ તેથી પોતાના ઘરના કામકાજ ચૂકે છે. આથી તેમની સાસૂઓ ગુસ્સો કરી તેમને કઠોર વાણી કહે છે. જે સાંભળી તે વધૂઓના મનમાં ગ્લાનિ આવે છે, તથાપિ તેઓ પાછી ફરીવાર તે જોવાને આવ્યા વગર રહેતી નથી. કહેવાનો આશય એવો છે કે, તે ચૈત્યમાં નૃત્ય, ગીત અને વાજીંત્રોની ક્રિયા એવી મજાની થાય છે કે, જેને માટે તેના પડોશની વધૂઓ પોતાની સાસૂના કટુ વચનો સાંભળે છે, તે છતાં તેની દરકાર કરતી નથી. ૫૦ प्राप्यांस्तीब्रैस्तीपोभिर्भवशतविहितैर्देवलोकोपभोगान् श्रद्धालूनां जिनांघ्रिस्तुतिरतमनसां मर्त्यभावेऽपि कर्तुम् । आरूढान् व्योमपीठी हठहरणकृते संपदां स्वर्गजानाम् बाहुस्तंभानिवोर्ध्वान् वहति यदलघूनंसदेशेषु दंडान् ॥५१॥ ___अवचूर्णिः- मर्त्यभवेऽपि मनुष्यत्वेपि जिनांघ्रिस्तुतिरतमनसां श्रद्धालूनां भवशतविहितैः तीब्रैः तपोभिः प्राप्यान् देवलोकोपभोगान् कर्तुं यच्चैत्यं अंसदेशेषु स्वर्गजानां संपदां हठहरणकृते बाहुस्तंभानिव व्योमपीठी आरूढान् ऊर्ध्वान् अलधून दंडान् वहति | अंसदेशेषु शिखरेषु ॥५१॥