________________
श्रीकुमारविहारशतकम्
વર્ણન આપી ગ્રંથકાર આશીર્મંગળ કરે છે. પાર્શ્વનાથ પ્રભુના જન્મ સ્નાત્રનો ઉત્સવ એવો મોટો થાય છે કે, જેની અંદર હજારો દેવતાઓ ચામર વીંજે છે અને તે ચામરના એવા મોટા પવનો છુટે છે કે, જેથી ક્ષીરસાગરના જળ ઉછળીને આકાશમાં રહેલા ચંદ્ર સુધી પહોંચે છે. ક્ષીરસાગરનું જળ શ્વેત હોવાથી ચંદ્રની અંદર રહેલ કલંક ઢંકાઈ જાય છે એટલે તેથી ચંદ્રની અવસ્થા નિષ્કલંક થઈ જાય છે. આવા પ્રભાવિક પાર્શ્વનાથ પ્રભુની સેવા ત્રણ લોક કરે છે, તેથી તે પાપને દૂર કરવાને સમર્થ છે. ૭ स्पष्टं दृष्ट्वापि कष्टं वपुषि विगलितभ्रांतिसृष्ट्या स्वदृष्ट्या काष्ठक्रोडाद्विकर्षन् कमठमखशिखिम्लायितांगं भुजंगम् । यस्तथ्यां मुक्तिवीथीं कथयति करुणामेव देवाधिनाथ - श्रेणीसंवाहितांघ्रिर्विघटयतु घटामापदां वः स देवः ॥८॥
अवचूर्णि:- देवाधिनाथा इंद्रास्तेषां श्रेणी तया संवाहितौ सेवितौ अंघ्री यस्य स देवाधिनाथश्रेणीसंवाहितांघ्रिः स देवो वो युष्माकं आपदां घटां विघटयतु श्लथयतु विगलितभ्रांतिसृष्ट्या स्वदृष्ट्याऽवधिज्ञानेन वपुषि स्पष्टं कष्टं दृष्ट्वापि काष्ठकोडात् काष्ठमध्यात् कमठमखशिखिम्लायितांगं भुजंगं सर्प विकर्षन् यः करुणामेव तथ्यां सत्यां मुक्तिवीथीं मुक्तिमार्ग' कथयति ॥८॥
इत्यष्टौ नमस्काराः पार्श्वस्य । ભાવાર્થ - જે પ્રભુએ ભ્રાંતિની ઉત્પત્તિ વગરની સ્વદષ્ટિ (અવધિજ્ઞાન) વડે સ્પષ્ટ રીતે પોતાના શરીર ઉપર કષ્ટ જોવા છતા કાષ્ઠની અંદરથી સર્પને ખેંચી કાઢ્યો હતો કે જે સર્પનું અંગ કમઠના ધૂણીના અગ્નિથી કરમાઈ ગયું હતું, જે દયા ભરેલા મુક્તિના સત્ય માર્ગને કહે છે, અને જેમના ચરણ ઈંદ્રોની પંકિતએ સેવેલા છે એવા તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારી આપત્તિઓને નાશ કરો. ૮ ? A - મોક્ષમા