________________
श्रीकुमारविहारशतकम्
विश्वं निर्दोषषट्कं किमपि विदधतो देवदेवस्य पादा - नाश्लिष्यन् बाह्यभित्तिप्रतिहतिवलनप्राप्तमध्यैः कराग्रैः । एणांकस्त्यक्तशंकः पतति मणिभुवि प्रांगणस्य क्षपायाम् प्राप्तप्रौढिं कलंकं विघटयितुमना यत्र बिंबच्छलेन ॥ २१ ॥
૨૫
अवचूर्णि :- यत्र क्षपायां निर्दोषषट्कं किमपि विश्वं विदधतो देवदेवस्य पादान् बाह्यभित्तिप्रतिहतिवलनप्राप्तमध्यैः कराग्रैः आश्लिष्यन् प्राप्तप्रौढिं कलंकं विघटयितुमनाः दूरीकर्त्तुमनाः त्यक्तशंकः एणांक: बिंबच्छलेन प्रांगणस्य मणिभुवि पतति । काम १ क्रोध २ लोभ ३ मान ४ दंभ ५ रति ६ दोषाः दोषाणां षट्कं दोषषट्कं निर्गतं दोषषट्कं यस्मात्तत् । विघटयितुं मनो यस्य स विघटयितुमनाः 'तुमश्चमनः कामे' (सिद्धहेम. ३ / २ / १४०) इति मकारलोपः ॥ २१ ॥
ભાવાર્થ - જેના આંગણાની મણિમય ભૂમિમાં ચંદ્ર પોતાનું પ્રૌઢ કલંક દૂર કરવાની ઇચ્છાથી પ્રતિબિંબના મિષથી નિઃશંક થઇને પડે છે. જે ચંદ્ર આ જગત્ને કામ ક્રોધાદિ છ દોષથી રહિત કરનારા શ્રી દેવાધિદેવના ચરણને બાહરની દીવાલોને સ્પર્શ કરી અંદર પેઠેલા પોતાના કિરણોના અગ્ર ભાગથી આલિંગન કરે છે.૨૧
વિશેષાર્થ - ‘‘દેવાધિદેવ ભગવંતે આ જગત્ને કામક્રોધાદિ છ દોષથી રહિત કરેલું છે, તેથી જો તેમના ચરણમાં વંદના કરી હોય તો હું પણ કલંકના દોષથી રહિત થઈશ'' આવી ઈચ્છાથી ચંદ્ર તે ચૈત્યની દીવાલોને કિરણો વડે સ્પર્શ કરી ભગવંતના ચરણમાં પડે છે. ચૈત્યની આંગણાંની સ્ફટિકમણિમય ભૂમિમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તે ઉપરથી કવિએ આ ઉત્પ્રેક્ષા કરેલી છે. ૨૧