________________
(૫૨)
श्रीकुमारविहारशतकम्
પડવાથી તેમના ચરણમાં અલતાના જેવો દેખાવ થાય છે, લલાટ ઉપર સિંદુરની રેખા પડે છે, અંગ ઉપર કેશરીઆ રંગનો અંગરોગ થાય છે, ચીનાઈ વસ્ત્ર ઉપર કસુંબી કાંતિ પડે છે અને અધર દલ ઉપર મનોહર તાંબૂલની શોભા દેખાય છે. ૪૫
पुष्पं यस्मिन् कनककमलान्यंशुकं चीनवासःस्नानस्यांभः कुसुमरजसो दीपिकारत्नरोचिः । आकल्पश्रीविविधमणयो रक्षकाः क्षेत्रपाला धूपक्षोदो मृगमदकणाः पूजकाः क्ष्माभुजश्च ॥४६॥
अवचूर्णिः- यस्मिन् पुष्पं कनककमलानि अंशुकं प्रस्तावाद् धौतवस्त्रं चीनवासः स्नानस्य अंभः कुसुमरजसः दीपिकारत्नरोचिः आकल्पश्रीविविधमणयः रक्षकाः क्षेत्रपालाः धूपक्षोदो मृगमदकणाः च पुनः पूजकाः क्ष्माभुजो राजानो वर्त्तते इत्यध्याहारः । आकल्पः आभरणं । मृगमदः તૂરી કદી
ભાવાર્થ - જે ચૈત્યની અંદર સુવર્ણ કમલના પુષ્પો છે, ચીનાઈ વસ્ત્રો છે, સ્નાનનું જલ પુષ્પરજ છે, રત્નોની કાંતિરૂપ દીવીઓ છે, વિવિધ જાતના મણિઓના પોશાકની આંગીની શોભા છે, ક્ષેત્રપાલો તેના રક્ષકો છે, કસ્તૂરીના કણ તે ધૂપનું ચૂર્ણ છે અને રાજાઓ તેના પૂજકો છે. ૪૬
વિશેષાર્થ - આ શ્લોકથી કવિ કુમારવિહાર ચૈત્યની સાધન સામગ્રી વર્ણવે છે. ચૈત્યની અંદર પુષ્પ, વસ્ત્ર, સ્નાત્રજલ, દીપિકાઓ, પોશાક (આંગી), રક્ષકો, ધૂપ અને પૂજકો હોવા જોઈએ તો આ ચૈત્યને વિષે સુવર્ણ કમલરૂપ પુષ્પ, ચીનાઈ વસ્ત્રો, સ્નાત્રજલરૂપ પુષ્પરજ, રત્નોની કાંતિરૂપ દીપિકા, વિવિધ જાતના મણિરૂપ આંગી, ક્ષેત્રપાલ