________________
(૫૪)
श्रीकुमारविहारशतकम्
જાય છે, શુકપક્ષીઓ દાડમના દાણાની ભ્રાંતિથી તેઓને ખેચવા જાય છે અને ચકોરપક્ષીઓ ચાંદનીની ભ્રાંતિથી તેની પર ચાંચો નાંખવા જાય છે. આ ઉપરથી તે ચૈત્યની અંદર મોતિઓની સમૃદ્ધિ ઘણી છે,” એમ બતાવ્યું છે. અહિં ભ્રાંતિમાન્ અલંકાર થાય છે. ૪૧૭
यस्मिन्नारब्धनीडान् घुमणिमणिशिलापुत्रिकाः पाणिपद्मप्रांतोन्मुक्तैः स्फुलिंगैर्नवकनकमयी!लिकास्तर्जयद्भिः । यातायातानि मध्ये किमपि विदधतस्त्रासयंत्यः शुकानाम् पोतान्निाजशांतं मुनिनिकरमपि प्रत्यहं हासयंति ॥४८॥
अवचूर्णि:- यस्मिन् मध्ये नवकनकमयी!लिकास्तर्जयद्भिः पाणिपद्मप्रांतोन्मुक्तैः स्फुलिंगैः आरब्धनीडान् किमपि यातायातानि विदधतः शुकानां पोतान् त्रासयंत्यः घुमणिमणिशिलापुत्रिकाः निर्व्याजशांतमपि मुनिनिकरं प्रत्यहं हासयंति । किमपि कथमपि । निर्व्याजं गतच्छद्म शांतं उपशांतं मुनिनिकरविशेषणम् ॥४॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર સૂર્યકાંત મણિની શિલાઓની પુતળીઓ પોતાના હસ્તકમલના અગ્રભાગમાંથી નીકળતા તણખાઓ કે જેઓ નવીન સુવર્ણની ગોળીઓને તિરસ્કાર કરનારા અર્થાત્ તેનાથી પણ વધારે સુંદર દેખાતા-તેવા તણખાઓથી ત્યાં માળા બાંધીને રહેલા અને તેમની વચ્ચે ગમનાગમન કરતા એવા શુકપક્ષીઓના બચ્ચાંઓને ત્રાસ આપે છે, તે સૂર્યકાંત મણિની પુતળીઓ સ્વાભાવિક રીતે શાંત એવા મુનિઓના સમૂહને પણ દરરોજ હસાવે છે. ૪૮