________________
श्रीकुमारविहारशतकम्
श्रीमान् देवाधिदेवस्त्रिजगदभयभूर्विश्वविश्वैकमित्रम् - यत्रास्ते तत्र दौस्थ्यं किमिदमसुमतामाधितो व्याधितो वा । इत्युग्रं हंतुमंतश्चररिपुनिकरं पापपाथोधिसेतून् प्रत्यूहव्यूहकेतून वहति यदनिशं स्कंधबंधेषु दंडान् ।।३६।।
अवचूर्णिः- यत्र श्रीमास्त्रिजगदभयभूः विश्वविश्वैकमित्रं देवाधिदेवः आस्ते तत्र असुमतां आधितो वा-अथवा व्याधितः इदं किं दौस्थ्यमस्ति इति हेतोः कारणात् यच्चैत्यं उग्रं अंतश्चररिपुनिकरं हंतुं अनिशं स्कंधबंधेषु पापपाथोधिसेतून् प्रत्यूहव्यूहकेतून् दंडान् वहति ॥३६॥ | ભાવાર્થ - જે ચૈત્ય સ્કંધના બંધની અંદર હંમેશા દાંડાને ધારણ કરે છે. તે પાપરૂપી સમુદ્રના સેતુરૂપ અને વિનોના સમૂહના ધુમકેતુ રૂપ એવા દાંડાઓ અંદરના ઉગ્ર શત્રુ કામક્રોધાદિકના સમૂહને હણવાને દંડરૂપ છે. કારણકે, ત્રણ જગતને અભય આપવાના સ્થાનરૂપ અને વિશ્વના સર્વ જનના મિત્રરૂપ એવા શ્રીમાન્ દેવાધિદેવ જ્યાં બીરાજે છે, ત્યાં પ્રાણીઓને આધિ કે વ્યાધિથી નઠારી સ્થિતિ કેમ થાય? આથી તે અંદરના શત્રુઓને હણવાને દંડ ધારણ કરે છે. ૩૬
વિશેષાર્થ - તે ચૈત્યના સ્કંધના બંધની અંદર દાંડા રહેલા છે. તે ઉપર કવિ ઉસ્વેક્ષાથી તર્ક કરે છે કે, તે દાંડાઓ અંતરના કામક્રોધાદિ શત્રુઓને હણવાના દંડ છે, કારણકે, જે ચૈત્યમાં સર્વ વિશ્વજનોના મિત્ર અને જગને અભય આપનાર શ્રી દેવાધિદેવ પાર્શ્વનાથ પ્રભુ રહેલા છે, ત્યાં આવનારા પ્રાણીઓને આધિ તથા વ્યાધિથી નઠારી સ્થિતિ ન થાય એટલે આધિ – મનની પીડા અને વ્યાધિ – શરીરની પીડા કરનારા ઉગ્ર એવા કામ-ક્રોધાદિક શત્રુઓને શિક્ષા કરવાને ત્યાં દંડ રાખેલા છે, અર્થાત્ તે ચૈત્યમાં આવનારાઓને અંદરના કામક્રોધાદિક શત્રુઓ પીડતા નથી. ૩૬