________________
श्रीकुमारविहारशतकम्
___ अवचूर्णि:- दुर्वर्णस्तंभरोचिःप्रचयपरिचयश्वेतितोष्णांशुमूर्तेः यस्योर्ध्वं उग्रान् ध्वजपटपटलोद्भूतवाताभिघातान् अवाप्य घुमणिमणिभुवां जातवेदःकणानां चक्रवाले समूहे दिक्चक्रं क्रामति सति चंद्रतारानिकरपरिकरा व्योमलक्ष्मीः दिवाप्यस्ति । क्रामति व्याप्नुवति । जातवेदःकणानां સિગાનાં કશા.
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલા સૂર્યકાંત મણિઓમાંથી થયેલા અગ્નિના તણખાઓનો સમૂહ ધ્વજાઓના વાવટાના સમૂહથી ઉત્પન્ન થયેલા પવનના ઉગ્ર અભિઘાતને પ્રાપ્ત કરી દિશાઓના સમૂહમાં વ્યાપ્ત થવાથી રૂપાના સ્તંભોની કાંતિના સમૂહના પરિચયથી સૂર્યની મૂર્તિને શ્વેત કરનારા જે ચૈત્યની ઉપર આકાશની લક્ષ્મી દિવસે પણ ચંદ્ર તથા તારાઓના સમૂહવાળી દેખાય છે. ૪૩
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર સૂર્યકાંત મણિઓની રચના ઘણી છે, તેથી દિવસે સૂર્યનો ઉદય થતાં તે સૂર્યકાંત મણિમાંથી અગ્નિના તણખા ઝરે છે. તેઓ ધ્વજાના વાવટાઓના પવનથી ઉગ્ર થઈ દિશાઓમાં વ્યાપી જાય છે, અને સૂર્યની મૂર્તિ રૂપેરી સ્તંભની કાંતિ સાથે મળવાથી શ્વેત થઈ જાય છે, એટલે આકાશમાં ચંદ્ર તથા તારાઓની શોભા દેખાય છે, તે ઉપરથી કવિ કલ્પના કરે છે કે દિવસે પણ આકાશની લક્ષ્મી ચંદ્ર તથા તારાવાળી દેખાય છે. ૪૩ अत्रास्ते देवराजः खलु मम न ततो राजराजस्य धर्तुं लक्ष्मीः स्वस्मिन्निशांते समुचितमखिलस्वर्गिवर्गाय॑पादः । इत्यौचित्यार्चनीयत्रिभुवनजनतामौलिरत्नं कुबेरश्चिक्षेपाक्षेपमुच्चैर्महसि निजनिधीन् यत्र कुंभच्छलेन ॥४४॥
$ B – તi