________________
श्रीकुमारविहारशतकम्
(૪૭) ઉપર સૂર્યના કિરણો પડવાથી તેમાંથી વિશેષ કાંતિ નિકળે છે. વળી તે પોતાના વસુ - કિરણોના સમૂહથી ચૈત્યના કોશ ભાગને પૂરે છે. અહિં એવો પણ અર્થ થાય છે, જેમ કોઈ માણસ પોતાનું કાર્ય કરવાને બીજા માણસને દ્રવ્ય આપે છે, તેમ સૂર્ય સંતાપ દૂર કરવાનું પોતાનું કાર્ય સિદ્ધ કરવાને કોશ એટલે ખજાનો તેમાં વસુ એટલે દ્રવ્ય પૂરે છે. વસુનો અર્થ કિરણ અને દ્રવ્ય બંને થાય છે. ૪૦ प्रेक्षामंडपमूर्द्धगां शिखरगां दंडोर्ध्वगां कूटगां दृष्ट्वा बिंबगतां तले मणिशिले स्वर्णस्य कुंभावलीम् । स्नानांभःकलशान् बहिर्विनिहितान् पश्यन् जरन् यामिको मुग्धश्चौरभिया निषेधति जनान् यत्राहतो भ्राम्यतः ॥४१॥
___ अवचूर्णि:- यत्र प्रेक्षामंडपमूर्द्धगां शिखरगां दंडोर्ध्वगां कूटगां स्वर्णस्य कुंभावलीं मणिशिले तले बिंबगतां दृष्ट्वा बहिर्विनिहितान् स्नानांभःकलशान् पश्यन् मुग्धो जरन् आदृतः यामिको भ्राम्यतो जनान् चौरभयान्निषेधति ॥४१॥
ભાવાર્થ - પ્રેક્ષામંડપના મસ્તક ઉપર, શિખરની ટોચ ઉપર, દંડના ઉપરના ભાગ ઉપર, અને ફૂટ ઉપર રહેલા સુવર્ણના કલશોની શ્રેણીના પ્રતિબિંબો મણિમય શિલાવાળા તળીયાની અંદર પડેલા જોઈ બહાર મુકેલા સ્નાન જલના કલશોને જોતો એવો વૃદ્ધ અને મુગ્ધ એવો પહેરેગીર ચોરના ભયથી ત્યાં ફરતા એવા લોકોને આદરથી અટકાવતો હતો. ૪૧
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર પ્રેક્ષામંડપ, શિખર, દંડ અને ફૂટ ઉપર રહેલા સુવર્ણના કલશોના મણિમય જમીન ઉપર પ્રતિબિંબ પડે છે, તે પ્રતિબિંબોને જોઈ ત્યાં રહેનારો વૃદ્ધ ચોકીદાર તેને ન્હાવાના