________________
૪૬
श्रीकुमारविहारशतकम्
त्रातस्त्रातव्यमेतत्त्रिभुवनमपि ते किंतु तीव्रैर्महोभिर्नित्यं संतप्यमाने झटिति मयि कृपां नाथ कर्त्तुं यतेथाः । एवं देवं प्रवक्तुं तरणिमणिमयीर्दीपयन् धूपपात्रीर्यस्याभ्यर्णेषु भानुर्भ्रमति वसुभरैः पूरयन् कोशदेशान् ॥४०॥
अवचूर्णिः- हे नाथ त्रातः ते तव एतत् त्रिभुवनमपि त्रातव्यं किंतु तीव्रैः महोभिः नित्यं संतप्यमाने मयि झटिति कृपां कर्त्तुं यतेथाः एवं अनेन प्रकारेण देवं प्रवक्तुं यस्य अभ्यर्णेषु तरणिमणिमयी: धूपपात्री: दीपयन् वसुभरैः कोशदेशान् पूरयन् भानुर्भ्रमति । कोशदेशान् 'निधिदेशान् पक्षे પદ્મળોરાવેરાન (મધ્યવેશનું) ||ની
ભાવાર્થ - ‘હે નાથ હે રક્ષક, તમારે આ ત્રણ ભુવનની રક્ષા કરવી જોઈએ, તો હું હંમેશાં તીવ્ર એવા તેજથી સંતાપ પામું છું, તેથી તમારે મારી ઉપર જલ્દિથી કૃપા કરવાને યત્ન કરવો જોઈએ.’’ આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કહેવાને સૂર્ય જે ચૈત્યની નજીકમાં સૂર્યકાંતમણિઓના ધૂપીઆને પ્રદીપ્ત કરતો ભમ્યા કરે છે. અને પોતાના વસુ - કિરણોના સમૂહથી કોશના ભાગોને પૂરે છે. ૪૦
વિશેષાર્થ - તે ઉંચા ચૈત્ય ઉપર આવેલા સૂર્ય ઉપર કવિ ઉત્પ્રેક્ષા કરે છે. સૂર્ય પ્રભુને વિનંતિ કરવાને ચૈત્યના ઉચ્ચ પ્રદેશમાં નજીક આવે છે. તે એવી વિનંતી કરે છે કે, “હે સ્વામી, તમે આ ત્રણ ભુવનનું સંતાપમાંથી રક્ષણ કરો છો, ત્યારે મારૂં પણ તમારે જલ્દિથી રક્ષણ કરવું જોઈએ, કારણ કે, હું હંમેશા મારા પોતાના તીવ્ર તેજથી સંતાપ પામું છું.’’ આવી પ્રાર્થના કરવાને સૂર્ય તે ચૈત્યની નજીક ભમ્યા કરે છે. પ્રભુની પાસે સૂર્યકાંતમણિના ધુપિઆ છે. તે પિઆ
↑ A - મડાĪરવેશાર્, B भाण्डारदेशान्
...