________________
श्रीकुमारविहारशतकम्
પ્રકાશમાન તારા વડે સુંદર છે. આકાશ મકરરાશિ અને મિથુન રાશિથી યુક્ત છે, તો તે ચૈત્યમાં મગરની આકૃતિવાળાં ચિત્રોનાં જોડલાં છે. આકાશમાં સિંહ રાશિ પ્રદીપ્ત છે, તો તે ચૈત્યમાં સિંહની પ્રતિમા પ્રદીપ્ત છે. આકાશ કેતુના તારાથી યુકત છે, તો તે ચૈત્ય કેતુ - ધ્વજાથી યુક્ત છે. આકાશમાં સ્વર્ગના માર્ગથી દિશાઓ ઉલ્લાસિત થયેલી છે, તો તે ચૈત્ય પોતાની ઉચાઈથી સ્વર્ગના માર્ગને ઉલ્લાસિત કરી દિશાઓને પ્રકાશિત કરે છે અથવા તેની આરાધના કરનારને તે સ્વર્ગનો માર્ગ મેળવવાની આશા ઉલ્લાસિત કરાવે છે. આકાશ ગુરુ, કવિ એટલે શુક્ર અને બુધના તારાથી યુક્ત છે, તો આ ચૈત્ય ગુરુઓ કવિઓ અને બુધજનોથી યુકત છે. આકાશ મંગળ ગ્રહના પ્રકાશનું કારણ છે, તો આ ચૈત્ય માંગલિક કાર્યોના પ્રકાશનું કારણ છે. આકાશમાં તુલા રાશિ છે, તો આ ચૈત્ય તુલા સહિત (તુલાના ચિત્રોથી યુક્ત) છે - એવી રીતે સંતુલ - સમાન દષ્ટાંતરૂપ આ ચૈત્ય આકાશની લક્ષ્મીને ઉચે પ્રકારે અનુસરે છે. વળી આકાશનો અંત અદષ્ટ - દેખાતો નથી, તો તે ચૈત્ય અદૃષ્ટ પાપનો અંત કરનાર છે. ૩૭
' વિશેષાર્થ - કવિએ આ શ્લોકથી ચૈત્યને આકાશની સાથે સરખાવ્યું છે. ભાવાર્થની અંદર જ વિશેષાર્થ આવી જાય છે, એટલે તેનો જુદો વિશેષાર્થ લખવાની જરૂર નથી. ૩૭ उन्मीलदृष्टितेजःशमितमनसिजं विष्टपारब्धसेवं देवं प्राप्योरगेंद्रस्फुटमणिकिरणश्रेणिधौतोत्तमांगम् । अंबां बिभ्रत्कुमारव्यतिकरसुभगां सिंहपृष्ठाधिरूढां शोभां धत्ते हिमाद्रेर्यदिह शिखरभूकोटिलीढांबरस्य ॥३८॥
अवचूर्णि:- उन्मीलदृष्टितेजःशमितमनसिजं विष्टपारब्धसेवं उरगेंद्रस्फुटमणिकिरणश्रेणिधौतोत्तमांगं देवं प्राप्य कुमारव्यतिकरसुभगां