________________
૨૪
श्रीकुमारविहारशतकम्
सर्वत्र निर्मलतमोपलबिंबितानि स्वान्येव पुष्पबलिजूंषि वपूंषि वीक्ष्य । संघट्टकष्टचकिताः प्रतिपालयतो मध्यं चिरेण खलु यस्य विशंति मुग्धाः ॥२०॥
अवचूर्णि:- सर्वत्र निर्मलतमोपलबिंबितानि पुष्पबलिजूंषि स्वान्येव वपूंषि वीक्ष्य संघट्टकष्टचकिताः प्रतिपालयंतः मुग्धाः खलु यस्य मध्यं चिरेण प्रविशंति पुष्पाणि बलयश्च पुष्पबलयः पुष्पबलीन् जुषंतीति पुष्पबलिजूषि जुष्धातोः क्विपि जुष् । घंटालालान्यायेन वीक्ष्य प्रतिपालयंतः इति शतृक्त्वाप्रत्यययोः कर्म वपूंष्येव ॥२०॥
ભાવાર્થ - સર્વ સ્થળે રહેલા અતિ નિર્મળ સફટિક મણિના પાષાણોની અંદર પુષ્પના બલિ સાથે રહેલા પોતાના જ શરીરને જોઈ સંઘટ્ટ થવાના (ભીડ થવાના) કષ્ટથી ભય પામી રાહ જોઈ ઉભા રહેલા મુગ્ધ લોકો તે ચૈત્યની મધ્યમાં ચિરકાલે પ્રવેશ કરે છે. ૨૦
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર પુષ્પના બલિને લઈ પૂજા કરવા આવેલા મુગ્ધ લોકો, પોતાના શરીરને અતિ નિર્મલ એવા સ્ફટિક મણિમાં પ્રતિબિંબિત થયેલાં જોઈ તેઓ મુગ્ધપણાને લઈને એમ સમજે છે કે, અહિં લોકોની ભીડ ઘણી છે, તેથી ભય પામી તેઓ ભીડ દૂર થવાની રાહ જોઈ ઉભા રહે છે અને તે કારણથી તેઓ ઘણીવારે ચૈત્યની અંદર દાખલ થાય છે આ ઉપરથી એમ દર્શાવ્યું છે કે, તે ચૈત્યમાં નિર્મલ સ્ફટિકમણિ જડ્યા હતા અને ત્યાં જિનપૂજા કરવાને ઘણાં લોકો આવતા હતા. ૨૦