________________
श्रीकुमारविहारशतकम्
કોઇ પુત્રવતી થાય છે, કોઇ પોતાના લાંબા વખતના સર્વ રોગોનો ક્ષય કરનારી થાય છે અને કોઇ સૌભાગ્યના વિલાસને ભજનારી થાય છે. ૨૯
33
વિશેષાર્થ - આ શ્લોકથી કવિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્નાત્રજલનો મહિમા વર્ણવે છે. તે કુમારવિહાર ચૈત્યની અંદર રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્નાત્રજલ વડે એક જ વાર સ્નાન કરનારી સ્ત્રીઓને ઘણું ફળ મળે છે. તેનાથી સમૃદ્ધિ, પુત્ર, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ૨૯ जंघालैः किरणोर्मिभिः शितिमणीनाकल्पगान् मौक्तिक च्छायान् मौक्तिकगुच्छकान् शितिमणिच्छायान् मुहुः कुर्वतः । देवाद्यत्र शशांककांतवपुषः शेषः समालंबते शेषाद् गारुडरत्ननिर्मिततनोर्देवः पुनस्तां श्रियम् ॥२९॥
www
अवचूर्णि :- यत्र जंघालैः किरणोर्मिभिः आकल्पगान् आभरणगान् शितिमणीन् मौक्तिकच्छायान् मौक्तिकगुच्छकान् शितिमणिच्छायान् मुहुः कुर्वतः शशांककांतवपुषः देवात् शेषः पुनः गारुडरत्ननिर्मिततनोः शेषात् देवः स्वां श्रियं समालंबते । श्वेतमूर्त्तेः श्रीपार्श्वात् शेषः स्वां श्रियं आश्रयति शेषस्य धवलत्वात् पुनः गारुडरत्नात्मकत्वात् शेषात् पार्श्वः स्वां श्रियं સમાનંવતે શ્રીપાર્શ્વસ્ય નીહત્વાત્ | બંધાîઃ પ્રસરળશીનૈઃ ||ર||
ભાવાર્થ - જે ચૈત્યમાં વારંવાર વેગવાળા પોતાના કિરણોના તરંગો આભૂષણોમાં રહેલા નીલમણિઓને મોતીની કાંતિવાળા કરતા અને મોતીઓના ગુચ્છોને નીલમણિની કાંતિવાળા કરતા એવા ચંદ્રકાંતમણિના રચેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુની શોભાને શેષનાગ ધારણ કરે છે અને ગારુડી રત્નોની રચેલી મૂર્તિવાળા શેષનાગની શોભાને શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધારણ કરે છે. ૨૯