________________
श्रीकुमारविहारशतकम्
સાથે મળવાથી લાંબા વધેલા એવા તેજથી વ્યાપ્ત થયેલા દીવાઓ તેલથી ભરેલા છે, તથાપિ જ્યાં સદા મંદ શિખાને ધારણ કરે છે. તે જાણે પ્રભુના મસ્તક પર છત્ર કરી રહેલા શેષનાગના દર્શનથી જ હોય तेम देखाय छे. 30
૩૫
વિશેષાર્થ આ શ્લોકથી કવિ ચૈત્યની અંદર આવેલા દીવાઓનું વર્ણન કરે છે. ચારે તરફ દિશાઓમાં વ્યાપેલા મણિઓના તેજથી વ્યાપ્ત થયેલા તે દીવાઓની અંદર પૂર્ણ રીતે તેલ ભરેલું છે, પણ ત્યાં રહેલા મણિઓના તેજને લઈને તે મંદ શિખાને ધારણ કરે છે. અર્થાત્ મણિઓના તેજની આગળ તે ઝાંખા દેખાય છે. તે ઉપર કવિ વળી ઉત્પ્રેક્ષા કરે છે. પાર્શ્વનાથ પ્રભુના મસ્તક પર છત્ર કરી રહેલા શેષનાગના દર્શનથી તેઓ ઝાંખા થઈ ગયા હોય, તેમ દેખાય છે. ૩૦ आवेशं संहरतः शशिमणिवपुषः स्तंभवेदीविटंक - स्थालीविश्रांतिभाजः प्रतिदिशमनिशं तामसं यत्र दीपाः । आतन्वंतः पतंगप्रथितमुभयमप्यात्महासप्रयासं मुचंते वीतरागक्रमसविधवशादंजनस्नेहमैत्रीम् ॥३१॥
अवचूर्णि :- यत्र प्रासादे प्रतिदिशं अनिशं तामसमावेशं संहरतः शशिमणिवपुषः स्तंभवेदीविटंकस्थालीविश्रांतिभाजः स्तंभानां वेद्यः अजिराणि तत्र या विटंकस्थाल्यो दीपस्थानानि तत्र विश्रांतिभाजः उभयमपि पतंगप्रथितमात्महासप्रयासमातन्वंतः दीपाः वीतरागक्रमसविधवशात् अंजनस्नेहमैत्रीं मुंचंते । तमसः अयं तामसस्तं । आवेशं आटोपं । पतंगः सूर्यः पक्षे पतंगः खद्योतः तमोहरणात् स्थालीविश्रांतिभाक्त्वेन खद्योतचरितं प्रथितं । स्तंभस्य वेद्यः कोटडयः तासां विटंका: स्थानानि तत्र स्थाल्यो भाजनानि ता भजंतीति विण । अंजनं कज्जलं पक्षे कश्मलं स्नेहस्तैलं पक्षे स्नेहोऽनुरागः ॥३१॥