________________
(૩૮)
श्रीकुमारविहारशतकम् ___अवचूर्णि:- यस्मिन् प्रासादे गांगेयकुंभव्रजवमितमहःकांडसंश्लेषदोषात् दिक्चक्राक्रांतिधीरैः करौघैः पीतिमानं गते सति शशिनि केलिकीरान् निद्रालून चंद्रकांतप्रकोष्टान् तरलजललवान् ज्योत्स्नालोलांश्वकोरान् वीक्ष्य नगरमृगदृशः रात्रिं विदंति । वमितानि उद्गीर्णानि महांसि तेषां कांडं समूहः तस्याश्लेषः (तस्य संश्लेषः) तस्य दोषात् ॥३३॥
ભાવાર્થ - જે ચૈત્યમાં રાત્રે સુવર્ણના કલશોના સમૂહે બાહેર કાઢેલા તેજના જથ્થાની સાથે મળવાના દોષથી દિશાઓના ચક્ર પર પ્રસરેલા ધીર કિરણોના સમૂહથી ચંદ્ર ઉપર પીળાશ થઈ જવાથી નગરની સ્ત્રીઓને દિવસનો ભ્રમ પડે છે, તેથી તેઓ, પોતાના કીડા કરવાના શુકપક્ષીઓને નિદ્રા કરતાં જોઈને ચંદ્રકાન્ત મણિના ઓટલામાંથી જળના બિંદુઓને ટપકતાં જોઈને અને ચકોર પક્ષીઓને ચંદ્રની કાંતિ તરફ ચપળ થયેલા જોઈને રાત્રિ પડી ગઈ એમ જાણે છે. ૩૩
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની ઉપર સુવર્ણના કલશો એટલા બધા આવેલા છે કે તેમની કાંતિના કિરણો પડવાથી ચંદ્ર પીળો થઈ જાય છે. એટલે નગરની સ્ત્રીઓને સદા દિવસનો ભ્રમ પડે છે.
જ્યારે પોતાના ઘરમાં રાખેલા શુકપક્ષીઓ નિદ્રા લેવા માંડે છે, ચંદ્રકાંત મણિના ઓટલામાંથી જલનાં ટીપાઓ ટપકવા માંડે અને ચકોર પક્ષીઓ ચંદ્રની કાંતિ તરફ ચપલ થવા માંડે, ત્યારે તેઓના જાણવામાં આવે છે કે, “આ દિવસ નથી, પણ રાત્રિ પડી છે.” આ ઉપરથી તે ચૈિત્યના શિખરો ઘણાં ઉચા છે અને તે ઉપર સુવર્ણના કલશો ઘણા છે, એ વાત સિદ્ધ કરી છે. ૩૩